<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th July 2024

નીતિનભાઈ પટેલે રાહુલ ગાંધીના ‘ઘોડાવાળા’ નિવેદન પર કર્યો કટાક્ષ: કહ્યું એક રેસનો હોય અને બીજો ,,, : જુઓ વિડિઓ

સાંસદ હરીભાઈ ચૌધરીના કાર્યકરતા આભાર દર્શન કાર્યક્રમમાં નીતિનભાઈ પટેલે કટાક્ષ કરતા નિવેદન કર્યું

અમદાવાદ : પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ  પટેલે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર નિશાન તાકતા કોંગ્રેસ પર કટાક્ષ કર્યો હતો. રાહુલ ગાંધીએ ગત 6 જુલાઈએ ગુજરાત પ્રવાસ દરમિયાન કોંગ્રેસની ખામી હોવાનું સ્વિકાર કર્યું હતુ. જેને લઈ કહ્યુ હતુ કે, બે ઘોડાઓ છે જેમાં એક રેસનો અને બીજો ઘોડો લગ્નમાં નચાવવા માટેનો હોય છે. રાહુલ ગાંધીના આ નિવેદન પર નીતિન પટેલે કટાક્ષ કર્યો હતો.

સાંસદ હરીભાઈ ચૌધરીના કાર્યકરતા આભાર દર્શન કાર્યક્રમમાં નીતિનભાઈ  પટેલે કટાક્ષ કરતા નિવેદન કર્યું હતુ. નીતિન પટેલે કહ્યું હતુ કે, ભાજપ પાસે તો રેસના ઘોડા છે. જો કોઈને લગનમાં વરઘોડા નિકાળવો હોય અને નાચતા ઘોડાની જરુર હોય તો, કોંગ્રેસ વાળાને બલોવી લેવા માટે કહ્યું હતુ.

(7:38 PM IST)