News of Monday, 15th July 2024
ઉમરપાડામાં 4 કલાકમાં ધોધમાર 14 ઈંચ વરસાદ વચ્ચે દેવઘાટ ખાતે SDRF ટીમ સ્ટેન્ડબાય રખાઈ
પંચાયત વિસ્તારના 16 રસ્તા બંધ કરાયા: બંધ રસ્તાઓ પાસે પોલીસ તથા હોમ ગાર્ડના જવાનો તૈનાત ; ધોધમાર વરસાદની અગાહીને પગલે તંત્ર એલર્ટ મોડમાં

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં 4 કલાકમાં 14 ઈંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો છે. આ સ્થિતિને પગલે પંચાયત વિસ્તારના 16 રસ્તા બંધ કરાયા છે બીજી તરફ ધોધમાર વરસાદની અગાહીને પગલે તંત્ર એલર્ટ મોડમાં છે અને ઉમરપાડાના દેવઘાટ ખાતે SDRFની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
ભારે વરસાદની આગાહી વચ્ચે વહેલી સવારથી મેધરાજાએ આક્રમક વરસાદી ઈનિંગ આરંભતા સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં 4 કલાકમાં 14 ઈંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં ચેરાપુંજી તરીકે ઓળખાતા ઉમરપાડા તાલુકામાં સવારના 6 થી 8 દરમિયાન 4 ઈચ તથા 8 વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન 10 ઈંચ વરસાદ વરસતા ઉમરપાડા તથા માંડવી તાલુકાઓના 16 જેટલા રસ્તા વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા હતા. જરૂર જણાય ત્યાં બંધ રસ્તાઓ પાસે પોલીસ તથા હોમ ગાર્ડના જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા.
બીજી તરફ આગામી 4 દિવસ પણ વરસાદની સંભાવના હોય વહીવટીતંત્ર એલર્ટ મોડમાં છે. ઉમરપાડા ના દેવઘાટ ખાતે SDRFની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. તમામ જરૂરી સાધન સામગ્રી સાથે SDRFની ટીમ પહોંચી પહોંચી ગયી છે. SDRFના જવાનો દ્વારા તમામ ઇકવિપમવન્ટ ની ચકાસણી પણ કરવામાં આવી હતી. લાઈફ જેકેટ, રબર બોટ, કટર મશીન પ્રાથમિક સારવાર માટે ચીજવસ્તુઓ પણ સાથે રાખવામાં આવી છે.
SDRF ટીમ ઇન્ચાર્જ આર કે પરમારએ જણાવ્યું હતું કે અમારી માંડવી, નવસારી અને સુરત ખાતે એક ટીમ સ્ટેન્ડ બાય છે. ઉમરપાડામાં સ્થળ પર પહોચીને જોયું તો હાલ પરિસ્થિતિ સામાન્ય છે પણ 4 કલાકની અંદર 14 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો જેથી વહીવટીતંત્ર તરફથી મળતી સૂચનાઓ મુજબ હાલ અમે તમામ કામગીરીને પહોંચી વળવા તૈયાર છીએ, અમારી પાસે હાલ 28 જવાનો છે અને રેસ્ક્યુને લગતા તમામ સાધનો હાલ અમારી પાસે ઉપલબ્ધ છે. હજુ 4 દિવસ વરસાદ પડવાની સંભાવના છે તો તમામ પરિસ્થિતિને પહોંચી વળવા અમે તૈયાર છીએ.
(8:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
