News of Monday, 15th July 2024
નર્મદા જિલ્લામાં ભારે વરસાદ: કરજણ ડેમના 2 દરવાજા ખોલાયા :હેઠવાળ વિસ્તારોમાં પાંચ ગામમાં એલર્ટ જાહેર
કરજણ નદીમાં 99 હજાર ક્યુસેક પાણીની આવક થતા કરજણ ડેમના 2 દરવાજા ખોલવામાં આવતા રાજપીપળા નગર સહિત 5 ગામને એલર્ટ આપાયું

અમદાવાદ :રાજ્યમાં થઈ રહેલા સારા વરસાદને લીધે લોકોમાં ખુશીનો માહોલ છે. રાજ્યના અનેક વિસ્તારો જળબમ્બાકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.નદી-નાળા છલકાઈ ગયા છે. સમગ્ર વરસાદની હેલી વચ્ચે નર્મદા જિલ્લામાં ભારે વરસાદ થઈ રહ્યો છે.
ઉપરવાસમાં થઈ રહેલા વરસાદને લીધે કરજણ ડેમમાં વ્યાપક પ્રમાણમાં પાણીની આવક થઈ રહી છે, જેને પગલે આ ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે.આ સાથે ભારે વરસાદ વચ્ચે ડેમના બે દરવાજા ખોલવામાં આવતા હેઠવાળ વિસ્તારોમાં પાંચ ગામમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કરજણ નદીમાં 99 હજાર ક્યુસેક પાણીની આવક થતા કરજણ ડેમના 2 દરવાજા ખોલવામાં આવતા રાજપીપળા નગર સહિત 5 ગામને એલર્ટ આપાયું છે. આ મામલે કરજણ ડેમના કાર્યપાલક ઇજનેર દ્વારા લોકોને નહીં ગભરાવવા અપીલ કરવામાં આવ્યા છે.આ સાથે જ સાવચેતીના ભાગરૂપે ડેમમાંથી પાણી છોડ્યું હોવાની સૂચના આપી છે.
સરકાર દ્વારા ડેમમાં ચોમાસા દરમિયાન પાણીની આવક થતા નિયત કરાયેલા રૂલ લેવલને જાળવવા માટે ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા હતા. ઉપરવાસમાં ભારે વરસાદને લીધે 99,504 ક્યુસેક પાણીની આવક થતા ડેમની સપાટી 105.72 મીટર સુધી પહોંચી ગઈ હતી. જેના કારણે ડેમના બે દરવાજા ખોલી કરજણ નદીમાં 19,055 ક્યુસેક જેટલું પાણી સલામતીના ભાગરૂપે છોડવામાં આવ્યું છે અને હવે હાલ ડેમમાં 60.28% પાણી છે.
બીજી તરફ ડેમમાંથી છોડવાના કારણે ભદામ, રાજપીપલા, હજરપુરા, ભચરવાડા, ધમણાચાના અને ધાનપોર વિસ્તારના લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે.
(9:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
