<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th July 2024

જીતનગર જેલમાં સજા ભોગવતા હત્યા કેસના કેદીની માતાએ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે રહેતા એક મહિલાએ ફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો છે
   મળતી માહિતી અનુસાર પ્રકાશ રામચંદ્ર કહાર, રહે.નવા ફળીયા ગણેશ ચોક રાજપીપલા નાઓ એ રાજપીપળા પોલીસ માં જાણ કર્યા મુજબ પ્રેમીલાબેન રામચંદ્ર કહાર 9ઉ.વ-૫૨ )( રહે, ગણેશચોક નવા ફળિયા રાજપીપળા )નો દિકરો પંકજભાઈ જીતનગર જેલમાં હત્યાના કેસમાં સજા ભોગવતો હોય મરનાર પ્રેમિલા બેનની મગજની બિમારીની દવા ચાલતી હોય તેઓ ઘરમાં કોઈને કંઈ જગ્યા વિના ઘરેથી નીકળી રાજપીપળા લીલવાઢાળ ગયા બાદ ત્યાંની સીમમાં આવેલ ઝાડ સાથે પોતે પહેરેલ સાડીનો ગાળીયો બનાવી ગળે ફાંસો ખાઇ આપઘાત કરતાં રાજપીપળા પોલીસે અકસ્માત મોત દાખલ કરી વઘુ તપાસ હાથ ધરી છે

(11:18 PM IST)