News of Monday, 15th July 2024
ભરૂચ RSS કાર્યાલય ખાતે ભરૂચ જિલ્લા સહકાર ભારતી દ્વારા કાર્યકર્તા પ્રશિક્ષણ વર્ગ યોજાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: ભરૂચના RSS કાર્યાલય ખાતે ભરૂચ જિલ્લા સહકાર ભારતી દ્વારા કાર્યકર્તા પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો.
જેમાં ભરૂચ જિલ્લા સહકારી આગેવાન ભરૂચ ડિસ્ટ્રિક કો. ઓપ. બેન્કના ચેરમેન, APMC ના ચેરમેન અને વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરુણસિંહ રણા તથા સહકાર ભારતી પ્રાંતના મહામંત્રી વિનોદભાઈ બોરિચિયા તથા પ્રાંત સંગઠન પ્રમુખ જીવણભાઈ ગોલે, સુરત વિભાગ સંયોજક ચિરાગભાઈ શાહ, જિલ્લા અધ્યક્ષ એન.જે.પટેલ , જિલ્લા સંગઠન મંત્રી રવિભાઈ જોશી, તથા સહકાર ભારતી ભરૂચ જિલ્લા ટીમ તથા અંકલેશ્વર, હાંસોટ, વાલિયા, નેત્રંગ, તાલુકામાંથી સહકાર ભારતીના પ્રમુખ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.અને તેઓને સહકારી આગેવાન અરુણસિંહ રણા તથા સહકાર ભારતી પ્રાંત ના મહામંત્રી વિનોદભાઈ બોરિચિયા તથા પ્રાંત સંગઠન પ્રમુખ જીવણભાઈ ગોલે, સુરત વિભાગ સંયોજક ચિરાગભાઈ શાહ, દ્વારા " વિના સંસ્કાર નહીં ઉદ્ધાર" ના સૂત્ર સાથે સહકારી ક્ષેત્રે સહકારી સંસ્થાઓ અને સમાજ માં શુદ્ધિ, વૃદ્ધિ, સમૃદ્ધિ ના ધ્યેય સાથે કાર્ય કરવાનું માર્ગદર્શન પૂરુ પાડવામાં આવ્યું હતુ.જેમાં ભરૂચ જિલ્લા માંથી આશરે 40 જેટલા પ્રમુખ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા
(11:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
