<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th July 2024

ઉમરકુઇ ગામ પાસે ઇકો ગાડીએ બાઈક ને સામેથી અથાડતા બાઈક પર સવાર 3 ને ફેક્ચર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલાં ઉમરકુઈ ગામ પાસે ઇકો અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં ત્રણને ફેક્ચર થયું હતું
    મળતી માહિતી અનુસાર સુનીલકુમાર સીંગાભાઇ વસાવા (રહે. ભોરઆમલી નીચલુ ફળીયુ. તા.સાગબારા )નાઓ એ આપેલી ફરિયાદ મુજબ ઇકો ગાડી નંબર GJ-16-DG- 7856 ના ચાલકે પોતાના કબજામાની ઇકો ગાડી પુર ઝડપે રોંગ સાઇડમા હંકારી લાવી સામેથી આવતી પ્લેટીના મોટર સાયકલ નંબર GJ-05-EN-2832 ને સામેથી ટક્કર મારી એકસીડન્ટ કરતા મોટર સાયકલ ઉપર સવાર રમેશભાઇ દોરૂભાઇ વસાવા તથા વિક્રમભાઇ રડતીયાભાઇ વસાવા અને મથુરાબેન અમરસીંગભાઇ વસાવા (ત્રણેય રહે.ભોરઆમલી,તા.સાગબારા,જીલ્લો નર્મદા) નાઓ મોટર સાયકલ સાથે રોડ ઉપર પડી જતા ત્રણેય ને ફેકચરની ઇજા પહોચાડી તથા શરીરે નાની મોટી ઇજા પહોચાડી ગુનો કરતા સાગબારા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

(11:21 PM IST)