<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th July 2024

રાજપીપળા કોર્ટે મારુતિ નંદન ફ્રેશ ફ્રુટ સપ્લાયર્સ નામના કેળાના વેપારીને એક વર્ષની જેલની સજા ફટકારી

ખેડૂતો પાસેથી કેળાની ખરીદી કરી નાણાં ન આપનાર વેપારી સામે અદાલતમાં નેગોસિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની ફરિયાદ નોંધાઈ હતી:ખેડૂતને રૂ. 2.38 લાખ ના ત્રણ ચેક આપ્યા ચેક બાઉન્સ થતાં મામલો અદાલતમાં પહોંચ્યો

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : તા. ૧૫ રાજપીપળા ની અદાલતે કેળાનો ધંધો કરતા વેપારીને ખેડૂત પાસેથી કેળાની ખરીદી કરી તેને કેળાની કિંમતનું પેમેન્ટ ના કરવાના મામલે કસૂરવાર ઠેરવી એક વર્ષની સજા ફટકારી  હોવાનુ જાણવા મળ્યું છે.

નર્મદા જીલ્લાના ચીફ જ્યું મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં ચાલેલ નેગો.138 મુજબની ફરિયાદના આરોપી યોગેશ કુમાર શૈલેષભાઇ વસાવા (રહે. નિકોલી, તા નાંદોદ, જીલ્લો. નર્મદા )નાઓને નેગો. એક્ટ ની કલમ 138 મુજબના શિક્ષાપાત્ર ગુનાના કામે અદાલતની ઈન્સાફી કાર્યવાહીમાં વકીલ  જીતેન્દ્રસિંહ જે.ગોહિલ ની ધારદાર દલીલો અદાલતે ગ્રાહ્ય રાખી નામદાર ચીફ કોર્ટ ના જજ સોલંકી સાહેબે આરોપીને ગુના માં કસૂરવાર ઠેરવી એક  વર્ષની કેદની સજા અને ચેકની રકમ ના દંડની સજાનો હુકમ કર્યો છે.

આ કેસમાં હકીકત માં ફરીયાદીની બાપદાદાની ખેતીની જમીન આવેલ હોય જેમા કેળનું વાવેતર કરે છે .જ્યારે આરોપી કેળા ખરીદવાનો ધંધો કરે છે અને આરોપી મારૂતીનંદન ફ્રેશ ફુટ સપ્લાયર્સનાં નામથી પણ ધંધો કરે છે. ફરીયાદીનો કેળનો પાક તૈયાર થતા ફરીયાદીએ આ યોગેશભાઈ વસાવા નો સંપર્ક કરતા તેમણે કેળના પાકની ખરીદી કરવાની તૈયારી બતાવતા અને સદર પાકની કિંમતની રકમ એકાદ મહીના બાદ આપવાનું નકકી થતા ફરીયાદીએ કેળનો પાક તૂતક તૂતક આરોપીને આપેલ.જે કેળાના પાકની કુલ રકમ રૂા.૨,૩૮,૦૦૦/- થયેલી.જે પાક આરોપી જુન-૨૦૧૯ થી જુન-૨૦૨૦ સુધી લઈ ગયેલ આ l રકમની ફરીયાદીએ આરોપી પાસે વારંવાર માંગણી કરતા આરોપીએ ફરીયાદીને ૩ ચેકો આપેલા. આ ચેકો  બેંકનાં મેમા સાથે "ફંડ અનસફીસ્યન્ટ'' નાં શેરા સાથે સ્વીકારાયા વગર પરત ફરેલ.જેથી ફરીયાદીએ આ કામનાં આરોપીને તા.૧૧/૧૨/૨૦૨૦ ના રોજ એડવોકેટ જીતેન્દ્રસિંહ જે ગોહિલ મારફતે ધી નેગો.ઈન્સ્ટ્રુ.એકટ મુજબ રજીી.પો.એ.ડી.થી નોટીશ આપેલી અને આ ચેકના નાણા દિન-૧૫ માં ચુકવી આપવા જાણ કરેલી તેમ છતાં બાકી રકમ આપેલ નહી. જેથી ફરીયાદીને આરોપી વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરતા આ કેસ અદાલત માં ચાલતા અદાલતે આખરી હુકમ આપતાં જણાવ્યુ કે
આરોપી વસાવા યોગેશકુમાર શૈલેષભાઈ,ઉ.વ.૪૦, ધંધો-વેપાર(, રહે.મુ.પો.નવીનગરી,નિકોલી,તા.નાંદોદ, જી. નર્મદા0નાંઓને આ ગુનામાં કસૂરવાર ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા નો હુકમ કરવામાં આવે છે. સાથે સાથે આ આરોપીએ ચેકની રકમ રૂા.૩૫,૦૦૦/- ફરીયાદીને વળતર તરીકે ચુકવવાનો હુકમ કરવામાં આવે છે.

આ કેસ રાજપીપલાની જનક દેવજીભાઈ સોલંકી ચીફ જયુડી.મેજીસ્ટ્રેટ નર્મદા મુ.રાજપીપળા. જજ સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં ફરીયાદી તર્ફે વકીલ જીતેન્દ્રસિંહ જે ગોહીલ નાઓએ ફરીયાદ પક્ષે સાહેદો તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ નામદાર હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જડજમેન્ટો તથા લેખીત તથા મોખીક દલીલો રજૂ કરતા કોર્ટે પુરાવાઓને ધ્યાનમાં રાખી સજાનો હુકમ કર્યો છે.

(11:25 PM IST)