News of Wednesday, 17th July 2024
આજથી 230 વર્ષ પૂર્વે અષાઢ સુદ 10મીના રોજ નિલકંઠ વર્ણી રુપે ભગવાન સ્વામિનારાયણ ગૃહ ત્યાગ કરી વનની વાટ લીધી હતી.

અનેકજીવોના કલ્યાણ માટે તેમજ અસુરોના સંહાર અને ધર્મનું સ્થાપન કરવા માટે આજથી 230 વર્ષ પૂર્વે 1849 અષાઢ સુદ 10મીના રોજ નિલકંઠ વર્ણી રુપે ભગવાન સ્વામિનારાયણ ગૃહ ત્યાગ કરી વલ્કલ, મુંજની મેખલા પલાશનો દંડ,કમંડલુ ભિક્ષાપાત્ર ગીતાજીના સાર રુપ ગુડકો વગેરે સાથે લઇ સરયૂ નદીમાં જંપ લગાવી હિમાલયની વાટ લીધી હતી.તે પ્રસંગને અનુલક્ષીને એસજીવીપી હોસ્ટેલના વિશાળ ખંડમાં પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં ભવ્ય સભાનું અને ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમા મોટી સંખ્યામા હરિભકતો જોડાયા હતા
આ પ્રસંગે એસજીવીપી દર્શન હોસ્ટેલમાં બિરાજીત શ્રી ઘનશ્યામ મહારાજને વલ્કલ મુંજની મેખલા પલાશનો દંડ,કમંડલુ ભિક્ષાપાત્ર ધરાવી પૂજન કર્યુ હતુ.
(12:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
