<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th July 2024

સ્‍પાઈસ જેટના વિમાનોની સેવા કોન્‍ટ્રાકટ રિન્‍યુ ન થતા ટલ્લે : મુંબઇની ફલાઇટો બંધ

 

અમદાવાદ, તા.૧૭: અમદાવાદમાં સ્‍પાઈસ ઝેટના વિમાનો સેવા બંધ કરવામાં આવી છે. જેમાં  કોન્‍ટ્રાક્‍ટ રિન્‍યુ  ન થાય ત્‍યા સુધી સ્‍પાઈસની સેવા બંધ કરવામાં આવી રહી છે. જેથી જે લોકોએ પહેલાથી ટિકીટ બુક કરાઈ છે. તેમના પૈસા રિફંડ આપવામાં આવશે.

ફરી એક વખત એરલાઈન્‍સ દેવામાં ડૂબી ગઈ છે.  જેમા સ્‍પાઈસ ઝેટની વિમાનોની સેવા તાત્‍કાલિક રીતે બંધ કરી દેવામાં આવી છે. જેમાં  અમદાવાદથી મુંબઈ જતા વિમાનોની સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે.  જ્‍યા સુધી સ્‍પાઈસ ઝેટનો કોન્‍ટ્રાક્‍ટ રિન્‍યુના થાય ત્‍યા સુધી આ ફલાઈટની સેવા બંધ રહેશે.  અને ફરી વખત સ્‍પાઈસ ઝેટના કોન્‍ટ્રાક્‍ટ રિન્‍યુ ન કરવાની પણ પહેલ કરવામાં આવી છે. જેથી સ્‍પાઈસ ઝેટના કંપની મુશ્‍કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે.

જે સ્‍પાઈસ જેટના ગ્રાહકોએ મુશ્‍કેલીનો સામનો કરી રહ્યા છે. જેમને પહેલાથી જ ફલાઈટ બુક કરાઈ છે. તેમને પૈસા પાછા આપવામાં આવશે. અને હવેથી જ્‍યા સુધી આનું નિરાકરણ ના આવે ત્‍યા સુધી સ્‍પાઈસ જેટ એડવાન્‍સ ટિકીટ બુક નહી કરે.

(2:48 PM IST)