<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th July 2024

૧૯ જુલાઇએ ગુજરાત સેમી કનેકટ કોન્‍ફરન્‍સ

ગુજરાતમાં સેમી કંડકટર ઉદ્યોગના વિકાસ માટેની આ કોન્‍ફરન્‍સમાં ભાગ લેશે દેશ વિદેશની કંપનીઓઃ ભૂપેન્‍દ્રભાઇ ઉદ્દઘાટન કરશે

ગુજરાત સરકાર ૧૯ જુલાઇએ મહાત્‍મા મંદિર કન્‍વેન્‍શન સેન્‍ટર ખાતે ગુજરાત સેમીકનેકટ કોન્‍ફરન્‍સનું આયોજન કરી રહી છે. મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ આ કોન્‍ફરન્‍સનું ઉદ્દઘાટન કરશે જેમાં સેમી કન્‍ડકટર ઉદ્યોગની વૈશ્‍વિક કંપનીઓના ટોચના અધિકારીઓ ભાગ લેવાના છે.

ગુજરાતમાં સેમી કંડકટર ઉત્‍પાદનની સુવિધા ઉભી કરવાના પ્રોજેકટને મંજૂરી આપનાર માઇક્રોન ટેકનોલોજી, દ્વારા ઇલેકટ્રોનિકસ અને સીજી પાવર આ કોન્‍ફરન્‍સમાં નોલેજ પાર્ટનગર તરીકે સરકારને સહયોગ આપી રહ્યા છે. ઇન્‍વેસ્‍ટ ઇન્‍ડીયા અને ઇન્‍ડીયા સેમી કન્‍ડકટર મીશન (આઇએસએમ) પણ નોલેજ પાર્ટનગર તરીકે ભાગ લેશે.

ગુજરાત સેમી કનેકટ ર૦ર૪નો પ્રાથમિક ઉદ્દેશ રાજયમાં વિકસી રહેલ સેમી કન્‍ડકટર ઇકો સીસ્‍ટમમાં સ્‍થાનિક ઉદ્યોગોને વિસ્‍તરણ અને આ ઉદ્યોગ તરફ વાળવા માટે પ્રોત્‍સાહન અને મદદ કરવાનો છે આ કોન્‍ફરન્‍સ, આ પ્રોજેકટની માંધાતાઓ અને કેમીકલ, ગેસ, ઓટોમેશન, ઇલેકટ્રોનીકસ, આઇટી અન્‍ય ક્ષેત્રોના સ્‍થાનિક ઉદ્યોગો વચ્‍ચે વાતચીતનું પ્‍લેટફોર્મ પ્રદાન કરશે.

સેમી કંડકટર ઉદ્યોગના આગેવાનો જેવા કે ટાટા ઇલેકટ્રોનીકસ સીઇઓ રણધીર ઠાકુર, ટયુબ ઇન્‍વેસ્‍ટમેન્‍ટસના એકઝીકયુટીવ ચેરમેન અરૂણ મુરૂગપ્‍પન, માઇક્રોનના એસવીપી ગુરશરણસિંઘ, અને અન્‍યો આ કોન્‍ફરન્‍સમાં ઉપસ્‍થિત રહેશે. તાઇવાન ઇકોનોમિક એન્‍ડ કલ્‍ચરલ સેન્‍ટરના ડાયરેકટર જનરલ હોમર ચાંગ એક ખાસ વકતવ્‍ય આપશે. જાપાન એક્ષટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (જેઇટી) આરઓ) અને કોરીયા ટ્રેડ-ઇન્‍વેસ્‍ટમેંટ પ્રમોશન એજન્‍સી (કેઓટીઆરએ) પણ આ કોન્‍:રન્‍સના નોલેજ પાર્ટનર છે. આઇએસઇએ, ઇએલસીઆઇએનએ, આઇસીઇએ, આઇસીસી, જ ીસીએ, સીઆઇઆઇ, એસોકેમ, જીસીસીઆઇ, કેસીસીઆઇ, એસઆઇએ, એસજીસીસીઆઇ, જીઇએસઆઇએ, વીસીસીઆઇ અને રાજકોટ એન્‍જીનીયરીંગ એસોસ.ીએશન (આરઇસી) સહિતના સ્‍થાનીક અને રાષ્‍ટ્રીય ઉદ્યોગ એસોસીએશનો આ કોન્‍ફરન્‍સમાં સક્રિય રીતે સહયોગ આપીને ભાગ લઇ રહ્યા છે.

(3:21 PM IST)