તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th July 2024
સૌરાષ્ટ્ર-કચ્છ-બનાસકાંઠામાં અતિભારે અને અમદાવાદમાં ભારે વરસાદની શકયતા
હવામાન વિભાગ દ્વારા યલો અને ગ્રીન એલર્ટ સાથે હળવા-ભારે વરસાદ આગાહી


અમદાવાદ, તા. ૧૭ : ગુજરાતમાં ગત બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગઇકાલે સૌરાષ્ટ્રમાં બપોર બાદ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. ત્યારે આજે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિભારેથી અત્યંતભારે વરસાદની શકયતા છે. જેના પગલે રેડ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠામાં અતિભારે અને અમદાવાદમાં ભારે વરસાદની શકયતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હવામાન વિભાગ દ્વારા દરરોજ જાહેર કરવામાં આવતી વરસાદ અંગેની આગાહીમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવે છે. જેમાં ત્રણ એલર્ટમાં જણાવવામાં આવે છેકે કયાં કેવો વરસાદ પડવાની સંભાવના છે. જેમાં રેડ એલર્ટમાં અતિભારેથી અત્યંતભારે વરસાદની શકયતા વ્યકત કરાય છે. તેમજ ઓરેન્જ એલર્ટમાં ભારેથી અતિભારે અને યલો એલર્ટમાં હળવોથી ભારે વરસાદ તેમજ ગ્રીન એલર્ટમાં હળવોથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવે છે.
આજે ૧૭ જુલાઇના રોજ રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં અત્યંત ભારે(રેડ એલર્ટ) વરસાદની શકયતા છે. જ્યારે કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર અને દાહોદમાં અતિભારે(ઓરેન્જ એલર્ટ) જ્યારે પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે(યલો એલર્ટ) વરસાદ થઇ શકે છે.
૧૮ જુલાઈના રોજ જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં અત્યંત ભારે જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, નવસારી, વલસાડમાં અતિભારે અને બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, આણંદ, દાહોદમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
૧૯ જુલાઈના રોજ કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડમાં અતિભારે જ્યારે મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા અને નર્મદામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
૨૦ જુલાઇના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, આણંદ, ખેડા, ભરૂચ અને નર્મદામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
૨૧ જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડમાં ભાર વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, આણંદ, ખેડા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
