તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th July 2024
વરસાદે વિરામ લીધો :સાંજે 4 વાગ્યા સુધીમાં માત્ર 17 તાલુકામાં મેઘમહેર : જાણો ક્યાં કેટલો વરસાદ ?
સાંજે 4 વાગ્યા સુધીમાં નડિયાદમાં 12 મીમી, કેશોદ અને તલાલામાં 9-9 મીમી, માંડલમાં 8 મીમી, માળિયા હાટિના અને આણંદમાં 6-6 મીમી વરસાદ પડ્યો

અમદાવાદ :ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો છે. આજે સાંજે 4 વાગ્યા સુધીમાં માત્ર 17 તાલુકામાં વરસાદ નોંધાયો છે. એકપણ તાલુકામાં અડધો ઈંચ વરસાદ પણ નોંધાયો નથી. સૌથી વધુ વરસાદ નડિયાદમાં 12 મીમી નોંધાયો છે. ત્યારે જાણો અન્ય તાલુકામાં કેટલો વરસાદ ખાબક્યો છે.
સાંજે 4 વાગ્યા સુધીમાં નડિયાદમાં 12 મીમી, કેશોદ અને તલાલામાં 9-9 મીમી, માંડલમાં 8 મીમી, માળિયા હાટિના અને આણંદમાં 6-6 મીમી, કોટડા સંગાણી, મેંદરડા, રાજુલા અને ઉમરગાંવમાં 4-4 મીમી, ધ્રાંગધ્રામાં 3 મીમી, વાવ, જામજોધપુર, ખંભાત અને શિનોરમાં 2-2 મીમી જ્યારે ભાવનગરના મહુવા અને માતરમાં 1-1 મીમી વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગ દ્વારા રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં અત્યંત ભારે (રેડ એલર્ટ) વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. જ્યારે કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર અને દાહોદમાં અતિભારે (ઓરેન્જ એલર્ટ) તેમજ પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે (યલો એલર્ટ) વરસાદની શક્યતા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં મંગળવારના રોજ 158 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. 45 તાલુકામાં 1 ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. પાટણ-વેરાવળ, માણાવદર અને વિંછીયામાં 5 ઈંચ કરતા વધારે વરસાદ ખાબક્યો હતો.
(8:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
