તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th July 2024
ચાંદીપુરા વાયરસ પર મોટું અપડેટ;પુણે મોકલાયેલા સેમ્પલના પરિણામ જાહેર :જાણો કેટલા કેસ પોઝિટિવ
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી છ બાળકોના મોત થયા:વધુ બે બાળકો સારવારમાં

સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ મામલે મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી છ બાળકોના મોત થયા હતા તેમજ વધુ બે બાળકો સારવાર ચાલી રહી છે. આ તરફ હવે જે સેમ્પલ પૂના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા તેનો રિપોર્ટ સામે આવ્યો છે. પૂના લેબોરેટરીમાં 8 સેમ્પલો મોકલાયા હતા જે પૈકી 4 સેમ્પલોનું પરિણામ જાહેર કરાયું છે.
જેમાં એક બાળકને ચાંદીપુરા વાયરસ હોવાનું ખુલ્યું છે બાકીના ત્રણ સેમ્પલ નેગેટિવ આવ્યા છે. જોકે વહીવટી તંત્ર દ્વારા આ મામલે અન્ય બાકી રહેલા સેમ્પલના પરિણામ ની રાહ જોવાઇ રહી છે.
સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ મામલે પુના લેબોરેટરીમાં 8 જેટલા સેમ્પલ મોકલાયા હતા. આ તરફ હવે આજે ચાર સેમ્પલોનું પરિણામ જાહેર કરાયું છે, જેમાંથી અરવલ્લીના ભિલોડાની 6 વર્ષીય દીકરીનું મોત ચાંદીપુરા વાયરસથી થયા હોવાનું ખુલ્યું છે. જોકે અન્ય ત્રણ બાળકોને ચાંદીપુરા વાયરસ મામલે નેગેટિવ રિપોર્ટ આવ્યો છે. જોકે હાલમાં વધુ બે બાળકો સારવાર હેઠળ છે જેમનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે.
હવે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ મામલે આગામી સમયમાં ચાંદીપુરા વાયરસના દર્દીઓ વધુ આવે તો 20 જેટલા બેડ અત્યારથી જ તૈયાર કરી દેવાય છે. આ સાથે તમામ બેડને આઈસીયુ સુવિધા સહિત ઓક્સિજન અને વેન્ટિલેટર સાથે તૈયાર કરાયા છે. જોકે ચાંદીપુરા વાયરસની આજદિન સુધી કોઈ ચોક્કસ દવા શોધાઇ નથી. આ તરફ હવે જો આગામી સમયમાં ચાંદીપુરાનો કોઈ કેસ સામે આવે તો તેના માટે સૌપ્રથમ પુના લેબોરેટરી મોકલવાની સાથોસાથ કોઈપણ બાળકને વધુ તાવ, માથું કે શરીર ઉપર સોજો આવે તો તાત્કાલિક ધોરણે નજીકની સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરવા પણ જણાવાયું છે.
(1:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
