<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

ચાંદીપુરાનું સંકટ સામે સરકાર સતર્ક : 10 હજારથી વધુ ઘરોમાં 51,724 લોકોના આરોગ્યની તપાસ

3,567 કાચા ઘરો સહિતના વિસ્તારમાં પાવડરનો છંટકાવ કરાયો;વીડિયો કોન્ફરન્સ દ્વારા સતત પરિસ્થિતિનું મોનિટરિંગ

ચાંદીપુરાનું સંકટ સામે સરકાર એક્શનમાં છે. 10 હજારથી વધુ ઘરોમાં 51,724 લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી છે. 3,567 કાચા ઘરો સહિતના વિસ્તારમાં પાવડરનો છંટકાવ કરાયો છે. વીડિયો કોન્ફરન્સ દ્વારા સતત પરિસ્થિતિનું મોનિટરિંગ થઇ રહ્યુ છે. 

  રોગચાળાને અટકાવવા માટે ગાઇડલાઇન જાહેર કરાઇ છે. દરેક કેસનું રેપિડ રિસપોન્સ ટીમ દ્વારા તપાસ કરાઇ છે. સંક્રમિત કેસો મળ્યા ત્યાં લોકજાગૃતિના કાર્યક્રમો કરાયા છે. 14 જિલ્લાઓમાં ખાસ તકેદારી, અન્ય જિલ્લામાં સતર્કતા રાખવામાં આવી રહી છે. મોટી હોસ્પિટલોમાં સંક્રમિત દર્દી માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક કેસના સેમ્પલ પુણેની લેબમાં તપાસ માટે મોકલાયા છે.

(11:28 AM IST)