તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th July 2024
આજથી ૪ દિ' સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ- ઓરેન્જ એલર્ટ જાહેર : અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદ, તા. ૧૮ : આજે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, ગીર સોમનાથ, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ એટલે કે અત્યંત ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તો બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે છૂટો છવાયો વરસાદ પડી શકે છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, જુનાગઢ, પોરબંદરમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ એટલે કે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
તા.૧૯ નાં રોજ હવામાન વિભાગ દ્વારા કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ એટલે કે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે મોરબી, સુરેન્દ્રનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, બોટાદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
તા. ૨૦ અને ૨૧ નાં રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જીલ્લામાં હવામાન વિભાગ દ્વારા છૂટા છવાયા વરસાદની આગાહી કરી છે. જ્યારે અમરેલી, ભાવનગર, નવસારી તેમજ વલસાડમાં વરસાદની આગાહી કરી છે
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
