તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th July 2024
વ્યાજખોરોની દુનિયાના મોટા માથા જેવા લાલી પંજાબીનાં સામ્રાજ્ય પર સુરત પોલીસના હલ્લાબોલની ભીતરમાં
૨૫-૨૫ વર્ષથી સામ્રાજ્ય, પ્રાથમિક સર્ચમાં સંખ્યાબંધ કોરા ચેક, મોટી માલ મિલકતની ડાયરીઓ અને દસ્તાવેજ મળતા ઇડીની ટીમ તુરંત આવી રહી છે : કરોડોનું ફાર્મ હાઉસ અને ૧૦થી વધુ કિંમતી ઘોડાઓ સહિતની મિલકતો ધરાવનારા આ શખ્સ સામે સીપી અનુપમસિંહ ગેહલોત અને ડીસીપી ભગીરથ ગઢવીના માર્ગદર્શનમાં પ્રથમ વખત નક્કર પગલાઓથી લોકો ખુશ

રાજકોટ તા.૧૮: કરોડોરૂપિયાનું ફાર્મ હાઉસ અને ૧૦ થી વધુ ઘોડાઓ જેની પાસે છે અને ૨૫ , ૨૫ વર્ષ સુધી પોતાનો સિક્કો જમાવનાર લાલી પંજાબી વિરૂદ્ધ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સમક્ષ રજુઆત થવા સાથે મૂળ સૌરાષ્ટ્રના વતની એવા ડીસીપી ભગીરથ ગઢવી સુધી રજૂઆત થવાના પગલે પગલે આ બંન્ને આઇપીએસ દ્વારા રાજકોટ અને સૌરાષ્ટ્ર સ્ટાઈલમાં પગલાંઓ લેવાતાં લોકોમાં ભારે ખુશાલી જોવા મળે છે.
સીપી અનુપમસિહ ગેહલોત સાથે ચર્ચા વિચારણા કરી સુરતની ઉધના પોલીસનો કાફલો આ કહેવાતા મોટા ગજાના વ્યાંજકવાદીની ઓફિસ પર પહોંચી સર્ચ કરેલ. જે દરમિયાન ૫૦ થી વધુ ચેક સાથે મોટી મિલકતનાં દસ્તાવેજ હાથ લાગ્યાનું સૂત્રો જણાવે છે.
એક કેસમાં જામીન પર છૂટી જતાં લાલી બિન્દાસ્ત બનેલ પરંતુ એક વિધવા દ્વારા થયેલ ફરિયાદ અંતર્ગત પોલીસ કાફલા દ્વારા તેની ધરપકડ કરી જાહેરમાં તેનું સરઘસ કાઢવામાં આવેલ.
અત્રે એ યાદ રહે કે પોલીસ કમિશ્નર દ્વારા વ્યાજખોર સામે જંગ માંડી સુરતના વિવિધ વિસ્તારમાથી વ્યાજખોરો સામે આકરી કાર્યવાહી શરૂ કરેલ છે.
ભૂતકાળમાં જે રીતે તત્કાલીન ડીસીપી હર્ષદ મહેતા ટીમ દ્વારા કેટલાક વ્યાજખોરો સામે પોલિસને સામેથી ફરિયાદી બની કાર્યવાહી કરેલ તે ફાઇલનો પણ અભ્યાસ પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોત દ્વારા ચાલી રહ્યો છે.
જેમાં પીસીબી પીઆઇ આર.એસ. સુવેરા, એસઓજી પીઆઇ અશોક ચોધરી સાથે ડીસીબીના તમામ પીઆઇ અને ડીસીપી ભાવેશ રોજિયાને મહત્વની જવાબદારી સુપ્રત કરી એ દિશામાં કાર્યવાહી સાથે લોકોને જરૂરિયાત સંમયે વ્યાજબી વ્યાજથી લોન ઝડપથી મળે તે માટે બેંકોના જવાબદારો સાથે પણ વાતચીત ચાલી રહી હોવાનું સૂત્રો જણાવે છે દરમિયાન લાલી પંજાબી પાસે અધધ મિલકત હોવાનું ખુલ્યાના પગલે ઇડી પણ એન્ટ્રી તુરંત કરશે.
(2:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
