તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th July 2024
ગુજરાત પ્રદેશ સુથાર સમાજના સુત્રધારોઃ પ્રમુખપદે ઠાકોર મિષાી, ઉપપ્રમુખ નિખિલ ગજજર

રાજકોટઃ સમગ્ર ગુજરાત તેમજ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજયનું પ્રતિનિધિત્વ કરતી મેવાડા, ગજ્જર, વૈશ્ય અને પંચોળી સુથાર જ્ઞાતિજનોની વડોદરા ખાતે આવેલી સંસ્થા ગુજરાત પ્રદેશ સુથાર સમાજની રાજસ્તરીય બેઠકમાં પ્રમુખ તરીકે ઠાકોર મિષાી, ઉપપ્રમુખ નિખીલભાઇ ગજજર, ઉપપ્રમુખ દિનેશચંદ્ર સુથાર બોરસદ તથા મંત્રી તરીકે સંજય ગજ્જરની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.આ સંસ્થાની રાજયસ્તરે નોંધણી કરાવી છેલ્લા ર૯ વર્ષથી સુથાર જ્ઞાતિઓની તમામ પેટા જ્ઞાતિઓને એક છત્ર તળે સંગઠીત કરીને રાજયસ્તરે સુથાર જ્ઞાતિજનોનું સંગઠન ઉભુ કર્યુ છે. રાજયસ્તરે અને કેન્દ્રસ્તરે સરકારશ્રીના બક્ષીપંચના લાભો અપાવવા તથા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવે છે.
(2:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
