<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

સુરતમાં પુ.નિર્દોષાનંદજી મહારાજ સેવા સત્‍સંગ મંડળ દ્વારા ગુરૂપુર્ણિમાં મહોત્‍સવ

રવિવારે પુ.ભોલાનંદ સરસ્‍વતીજી મહારાજ અને પુ.સદાનંદ સરસ્‍વતીજી મહારાજના સાનિધ્‍યમાં કાર્યક્રમો

રાજકોટ તા.૧૮:પુ.નિર્દોષાનંદ સ્‍વામી મહારાજના આ સેવક સમુદાય દ્વારા આ સુરત નગરનાં આંગણે પૂજ્‍યપાદ સ્‍વામી શ્રી ભોલાનંદ સરસ્‍વતીજી મહારાજ અને સ્‍વામી શ્રી સદાનંદ સરસ્‍વતીજી મહારાજની પાવન નિશ્રામાં આગામી તા.૨૧.૦૭.૨૦૨૪ને રવિવારનાં રોજ ગુરુપૂર્ણિમા મહોત્‍સવનું ભવ્‍ય અને અદ્વિતીય આયોજન કરવામાં આવ્‍યું છે.

આ પાવન પર્વનાં અનુસંધાને ટીંબી હોસ્‍પિટલનાં દર્દીઓનાં લાભાર્થે ખૂબ મોટા પ્રમાણમાં રક્‍ત એકત્રિત કરવાના પ્રયાસરૂપે સુપર મેગા રક્‍તદાન મહાશિબિર પણ આયોજિત કરવામાં આવી છે અને સાથોસાથ દર્દી ભગવાનની સેવા માટે નિઃશુલ્‍ક નેત્ર-નિદાન અને સારવાર કેમ્‍પ, દંત-ચિકિત્‍સા (દંતયજ્ઞ) કેમ્‍પ અને પંચકર્મ આયુર્વેદ પદ્ધતિથી સર્વરોગ નિદાન અને સારવાર કેમ્‍પ પણ આયોજિત કરવામાં આવ્‍યો છે. આ કેમ્‍પની અંતર્ગત આંખના રોગોનું નિદાન કરી, જરૂરિયાતવાળા મોતિયાનાં દર્દીઓને અત્‍યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું  અને દુઃખાવા રહિત વિનામૂલ્‍યે ઓપરેશન કરી આપવાની વ્‍યવસ્‍થા કરવામાં આવશે. દંતયજ્ઞ કેમ્‍પમાં તદ્દન વિનામૂલ્‍યે કોઈ પણ જાતની પીડા વગર જાલંધરબંધ યોગપદ્ધતિ દ્વારા દાંત કાઢી આપવામાં આવશે તેમજ દાંતનાં દર્દીઓનું નિદાન તથા સારવાર કરી દવાઓ પણ નિઃશુલ્‍ક આપવામાં આવશે. પંચકર્મ આયુર્વેદ કેમ્‍પમાં સાંધાનો અને કમરનો દુઃખાવો, ડાયાબિટીસ, બી.પી., ચિકનગુનિયા, એસિડીટી, કબજિયાત, ચર્મરોગ, તાવ, શરદી, બાળરોગો, કિડનીનાં રોગો,સ્ત્રીરોગો વગેરેનું તદ્દન નિઃશુલ્‍ક નિદાન અને પંચકર્મ દ્વારા સારવાર પણ કરી આપવામાં આવશે. સાથોસાથ ૧૫ વર્ષથી નાના કિશોર વયનાં બાળકોને તદ્દન વિનામૂલ્‍યે સુવર્ણપ્રાશન(ટીપા) પીવરાવવામાં આવશે.

 તા. ૨૦ જુલાઈ ને શનિવારનાં રોજ ગુરુપ્રતિમાની ભવ્‍ય શોભાયાત્રા આયોજિત કરવામાં આવશે. જયારે ગુરુપૂર્ણિમાના પાવન દિવસે તા. ૨૧ જુલાઈને રવિવારના રોજ આયોજિત ધર્મસભામાં સવારે ૮.૦૦ કલાકે ગુરુવંદના, ધૂન સંકીર્તન તથા કેમ્‍પનો શુભારંભ થશે. ૯.૦૦ કલાકે ગુરુપ્રતિમાની પૂજનવિધિ તથા મહાઆરતી થશે. ૧૦.૦૦ કલાકે સ્‍વામી શ્રી ભોલાનંદજી તથા સ્‍વામી શ્રી સદાનંદજી ગુરુભક્‍તિ અને માનવસેવા તથા કલ્‍યાણમય અમળતવાણીનો લાભ આપશે. ૧૧.૪૫ કલાકે મહાનુભાવોનાં સન્‍માન તથા પ્રાસંગિક વક્‍તવ્‍યો થશે. તેમજ ૧૨.૩૦ કલાકે ઉપસ્‍થિત તમામ ધર્મઙ્ઘેમીજનોને મહાપ્રસાદ સમૂહ ભોજન કરાવવામાં આવશે. ત્‍યારબાદ સાંજે ૫.૦૦ કલાકે સેવા સાધના આશ્રમ -ખોલેશ્વર (કામરેજ) ખાતે નવનિર્મિત સંત મંદિરમાં થશે સંતોનું ઙ્કથમ આગમન થશે.

આ સમગ્ર મહોત્‍સવનું લાઈવ પ્રસારણ યુ-ટયુબ ચેનલ ‘‘ગુરુ સાન્નિધ્‍ય' (GURU SANNIDHYA) પર પ્રસારિત કરવામાં આવશે. આ સમગ્ર મહોત્‍સવનો લાભ લેવા માટે તમામ ધર્મપ્રેમી ભાઈઓ- બહેનોને પધારવા સહૃદય નિમંત્રણ આપવામાં આવે છે.

મહોત્‍સવનું હેવન પાર્ટી પ્‍લોટ, કેનાલ રોડ, શિવ પાર્ટીપ્‍લોટની આગળ, કોસમાડા પાટિયા સુરત ખાતે યોજાશે.

વધુ વિગત માટે મો.૯૮૧૯૨ ૬૧૩૧૪, ૯૩૨૮૫ ૨૨૧૦૬,૯૯૦૯૨ ૪૫૫૦૬ ઉપર સંપર્ક કરવા જણાવ્‍યું છે.

(3:48 PM IST)