તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th July 2024
આણંદ એસઓજીએ સાંજના સુમારે બસ સ્ટેન્ડ નજીકથી ઈ-સિગરેટના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડયો

આણંદ:એસઓજી પોલીસે ગઈકાલે સાંજના સુમારે શહેરના નવા બસસ્ટેન્ડ પાસે વોચ ગોઠવીને સરકાર દ્વારા પ્રતિબંધીત એવી ૨૦ ઈ-સીગરેટોના જથ્થા સાથે શખ્સને ઝડપી પાડીને તેના વિરૂદ્ઘ આણંદ શહેર પોલીસ મથકે ગુનો દાખલ કરાવીને કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસને માહિતી મળી હતી કે, એક શખ્સ સરકાર દ્વારા પ્રતિબંધીત વિદેશી ઈ-સીગરેટો છુટકમાં વેચાણ કરે છે અને આજે સાંજના સુમારે તે ડીલીવરી આપવા માટે શહેરના નવા બસ્ટેન્ડ ખાતે આવવાનો છે.જેથી પોલીસની ટીમ છુટુછવાઈ વોચમાં ગોઠવાઈ ગઈ હતી.દરમ્યાન એક શખ્સ પ્લાસ્ટીકની થેલી લઈને આવી પહોંચતા પોલીસે તેને કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો. અને થેલીમાં તપાસ કરતા ચાર્જેબલ અલગ-અલગ ફ્લેવરની ૫૦ એમએલની ૨૦ જેટલી વિદેશી ઈ-સીગરેટો મળી આવી હતી.જેથી તેનું નામઠામ પુછતાં તે સેફાન આશિફભાઈ મેમણ (રે.પોલસન ડેરી રોડ,પેરેમાઉન્ટ સોસાયટી)નો હોવાનું જણાવ્યું હતુ. પોલીસે ૫૦ હજાર રૂપિયાની કિંમતની ઉક્ત વિદેશી ઈ-સીગરેટોનો જથ્થો જપ્ત કરીને તે ક્યાંથી લાવ્યો હતો અને છેલ્લા કેટલા સમયથી કોને-કોને વેચતો હતો જેવી બાબતોએ તપાસ હાથ ધરી છે.
(6:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
