<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

સાંજે 4થી 6 સુધીના બે કલાકમાં ગીર સોમનાથના પાટણ વેરાવળમાં ચાર ઈંચ, સૂત્રાપાડામાં સાડા ત્રણ ઈંચ વરસાદ

માણાવદરમાં બે કલાકમાં અઢી ઈંચ ,કુંતિયાણા અને બગસરામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો

અમદાવાદ : ગુજરાત ઉપર સર્જાયેલ વરસાદી સિસ્ટમ, ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકામાં ધોધમાર વરસાદ વરસાવી રહી છે. આજે 18મી જુલાઈને ગુરુવારના રોજ સાંજના 4થી 6 સુધીના બે કલાકમાં જ સૂત્રાપાડામાં સાડાત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે પાટણ-વેરાવળ ખાતે ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. જૂનાગઢના માણાવદરમાં બે કલાકમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે. પોરબંદરના કુંતિયાણા અમને અમરેલીના બગસરામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે.

(6:44 PM IST)