<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

રાજ્યમાં આગામી બે દિવસ તોફાની વરસાદ ખાબકશે : 8 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ

દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલીમાં રેડ એલર્ટ:દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ

અમદાવાદ : રાજ્યમાં આગામી બે દિવસ મેઘરાજા તોફાની બેટીંગ કરશે,આગામી બે દિવસ રાજ્યના અનેક  જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. આ દરમિયાન કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે અત્યંત ભારે વરસાદ પડી કે છે. રાજ્યના 8 જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યુ છે. જેમા દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીરસોમનાથ, અમરેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. આવતીકાલે ચાર જિલ્લામાં હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ આપ્યુ છે.

  ગુજરાતમાં હાલ મેઘરાજા મૂશળધાર રીતે વરસી રહ્યા છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ હેત જોવા મળી રહ્યો છે. દ્વારકાથી લઇને જૂનાગઢ અને પોરબંદરથી લઇને રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે અને નદીઓ ગાંડીતૂર બની છે. ગામડાઓ જળબંબાકાર થયા છે અને જળાશયોમાં આવ્યા છે નવા નીર. સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર રીતે મેહુલિયો વરસ્યો છે. હજુ પણ આગામી 48 કલાક સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે

(7:55 PM IST)