<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

સફેદ દૂધનો કાળો કારોબાર : નાંદોદ તાલુકાની ત્રણ દૂધ ઉત્પાદક મંડળીઓના કૌભાંડની તપાસમાં ભીનું સંકેલાયુની આશંકા

જિલ્લા રજિસ્ટ્રારના તપાસ અહેવાલ બાદ રાજ્ય રજિસ્ટ્રારે સાત મહિના અગાઉ નોટિસ ફટકારી હતી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:રાજપીપલા વિભાગની ત્રણ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ ના લાખો રૂપિયા ના દૂધ કૌભાંડ અંગે ભરૂચ તથા નર્મદા જિલ્લા રજિસ્ટ્રારના સંયુક્ત તપાસ અહેવાલ બાદ રાજ્ય રજિસ્ટ્રારે ત્રણેય દૂધ મંડળીઓ ને નોટિસ ફટકાર્યા બાદ આ તપાસમાં ભીનું સંકેલાયાની ગ્રામજનો માં આશંકા હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી મુજબ કેન્દ્રીય આદિજાતિ આયોગને મળેલી ફરિયાદના આધારે આયોગના ઉચ્ચાધિકારીઓ અને ગુજરાતના સહકાર વિભાગ ના ઉચ્ચ અધિકારીઓએ સંયુક્ત તપાસ કરી હતી જેનો મુખ્ય મુદ્દો કાગળ પરની બોગસ દૂધ મંડળીઓનો હતો, આ દૂધમંડળીઓ ગામની નહિવત વસ્તી અને પશુધન ના હોવા છતાં વાર્ષિક લાખો લીટર દૂધ બહાર થી લાવી દુધધારા ડેરી ભરૂચ ખાતે મોકલાતું હતું. જેમાં નાંદોદ તાલુકા ની ભચરવાડા  દૂધ ઉત્પાદન સહકારી મંડળી માં માત્ર 10 સાભસદો દૂધ ભરતા હતા છતાં વાર્ષિક 3,49, 000/- લીટર થી વધુ દૂધ ડેરી ને મોકલી વાર્ષિક, એક કરોડ સાડત્રીસ લાખ થી વધુની રકમ મંડળી એ મેળવી હતી. જેનો ઉલ્લેખ્ખ દૂધ મંડળીના ઓડિટ રિપોર્ટમાં છે. આ ઉપરાંત નામલગઢ દૂધ ઉ. સ. મંડળી તેમજ પલસી દૂધ ઉ.સ. મંડળી માં પણ આજ રીતે સફેદ દૂધનો કાળો કારોબાર બહાર આવતા અને તેમાં દુધધારા ડેરી ની સંડોવણી જણાતા કેન્દ્રીય આદિજાતિ આયોગ ના રિપોર્ટ ને પગલે રાજ્ય ના સહકારી મંડળીઓ ના ચીફ રજિસ્ટ્રારે આ સમગ્ર કૌભાંડ ની તપાસ ભરૂચ તેમજ નર્મદા જિલ્લા ના રજિસ્ટ્રાર ને સોંપી હતી જે બંને અધિકારીઓ ની સંયુક્ત તપાસ માં આ ચોંકાવનારી વિગતો બહાર આવતા રાજ્ય ના સહકારી મંડળીઓ ના ચીફ રજિસ્ટ્રારે ત્રણેય દૂધ મંડળીઓ તેમજ દુધધારા ડેરી ને પણ નોટિસ ફટકારી  કલમ- 86 હેઠળ ચોક્સી ની નિમણુંક કરવા મામલે ખુલાસો માંગ્યો હતો અને તેની સુનાવણી પણ થઇ ગઈ છતાં આ વાત ને સાત મહિના થયા પછી પણ આગળ કોઈ કાર્યવાહી થતી નથી કે કાંભાંડી દૂધ મંડળીઓના સંચાલકો કે દુધધારા ડેરી વિરુદ્દ કોઈ કાર્યવાહી નહિ થતા આ સમગ્ર કૌભાંડ માં રાજકીય દબાણ ને વશ ભીનું. સંકેલાયા ની આદિવાસી ગ્રામજનો ને આશઁકા છે ત્યારે સરકાર આ કૌભાંડ માં કડક કાર્યવાહી કરે તેવી લોકમાંગ છે
 
દૂધ મંડળીઓ ની તપાસ માં કલમ -93 કેમ નહિ ?જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક માં ખાતા નહિ ખોલતા વિવાદ..
રાજ્ય ના ચીફ રજિસ્ટ્રારે ત્રણ દૂધ મંડળીઓ ની તપાસ ની નોટિસ કલમ 83 હેઠળ આપી છે પરંતુ જાણકારો ના કહેવા મુજબ આ કલમ હેઠળ તપાસ લંબાઈ શકે છે જેથી કલમ -93 હેઠળ તપાસ જરૂરી છે તો બીજી બાજુ દૂધ મંડળીઓ ના બેન્ક એકાઉન્ટ જિલ્લા સહકારી બેન્ક માં ફરજીયાત ખોલાવવા. ના હોવા છતાં હજુ કેટલીક મંડળીઓ એ ખાતા ખોલાવ્યા નથી તો શુ આ મંડળીઓ કાગળ પર  ની બોગસ મંડળીઓ છે ? તેવી પણ ચર્ચા ચાલી રહી છે.


 

(10:45 PM IST)