<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

હરસ-ભગંદર-ફિશરના ૩૦ હજાર ઓપરેશન કર્યાઃ ᅠ ડો. એમ.વી.વેકરીયાને ઋષિકેશભાઇ પટેલના હસ્‍તે આયુષ શિરોમણી એવોર્ડ એનાયત

રાજકોટઃ અમદાવાદ ખાતે આયુષ મંત્રાલય, ભારત સરકાર અને એનઆઇએમ એ (નેશનલ ઇન્‍ટીગે્રટેડ મેડિકલ એસોસિએશન) ગુજરાત દ્વારા ત્રિદિવસય આયુષ એકસપો-૨૦૦૪ નું આયોજન કરાયેલ આ પ્રસંગે આરોગ્‍યમંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલના વરદ હસ્‍તે થયેલ નિમા-ગુજરાત દ્વારા ગુજરાતની જુદી-જુદી ફેકલ્‍ટીમાં શ્રેષ્‍ઠ ઉત્તમ સારવાર આપતા તબીબોનું એકસપર્ટ તબીબી કમિટી દ્વારા સિલેકશન કરવામાં આવેલ

ગુજરાતમાંથી મળમાર્ગના હરસ-મસા ભગંદર-ફિશરના રોગોમાં શ્રેષ્‍ઠ સારવાર આપવા બદલ રાજકોટના નિષ્‍ણાત પ્રોકટોલિજિસ્‍ટ ડો. એમ.વી. વેકરીયાનું સિલેકશન થયેલ. માનવીય અભિગમ સાથે ડો. વેકરીયા અસંખ્‍ય મળમાર્ગના દર્દીઓને સારવાર આપેલ છે. ૩૦ હજાર જેટલા હરસ-મસા-ભગંદર-ફિશરના સફળ ઓપરેશન કરેલ છે.

આયુષ એકસપો- ૨૦૨૪ ના સમાપન સમયે શ્રીઋષિકેશભાઇ પટેલના વરદ હસ્‍તે ‘ડો. એમ.વી. વેકરીયા આયુર્વેદા શિરોમણી એવોર્ડ' એનાયત કરવામાં આવેલ છે.

આ પહેલા પણ ડો. વેકરીયા ને લાઇફ ટાઇમ એચીવમેન્‍ટ એવોર્ડ,નેશનલ કોન્‍ફરન્‍સમાં ધનવંતરી એવોર્ડ,એમીનન્‍સ એવોર્ડ, બેસ્‍ટ પ્રોકટોલોજિસ્‍ટ ઓફ સૌરાષ્‍ટ્ર એવા સંખ્‍યાબંધ એવોર્ડ અપાયા છે.

અક્ષરનિવાસી પ.પુ.પ્રમુખસ્‍વામીના વરદ હસ્‍તે સન્‍માન પત્ર અને અનેક શિલ્‍ડ મળેલા છે. ડો. વેકરીયા એ રાજકોટ શહેર તથા સૌરાષ્‍ટ્રનું ગોૈરવ વધારેલ છે.

આયુષ એકસપો-૨૦૨૪ સમારંભમાં રાજયના આરોગ્‍યમંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ,આયુષ ડાયરેકટરશ્રી જયેશભાઇ પરમાર ડો. હસમુખ વૈદ્ય, ડો. કમલેશ રાજગોર, ડો. હસમુખ પટેલ ડો. હરિન્‍દ્ર દવે તથા મંજુશ્રી કોલેજના ડો. સાપોવાડીયા તથા નિમા સી.સી. ન્‍યુ દિલ્‍હી અને નિમા-ગુજરાત દ્વારા આયોજિત આયુષ એકસપો-૨૦૨૪ માં ૧૬૦૦ તબીબોએ ભાગ લીધેલ.

નિમા-ગુજરાતના પ્રમુખશ્રી ડો. હસમુખભાઇ વૈદ્ય, સેકેટરીશ્રી ડો. કમલેશભાઇ રાજગોર, ટ્રેઝરરશ્રી નિતીનભાઇ પાઠક, ડો. હસમુખભાઇ પટેલ અને તેઓની સમગ્ર તબીબી ટીમ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવેલ. હોવાનું એક યાદીમાં જણાવાયું છે

(10:43 AM IST)