News of Monday, 22nd July 2024
છેલ્લા 24 કલાકમાં 150 તાલુકાઓમાં વરસાદ :દક્ષિણ ગુજરાતમાં મેઘાના ધામા : ઉમરગામમાં 8 ઇંચ ખાબક્યો : કામરેજ અને પલસાણામાં 6 ઇંચથી વધુ વરસાદ
સુરત શહેરમાં 5.74 ઈંચ, નિઝરમાં 5.55 ઈંચ, મહુવામાં 5 ઈંચ, નવસારીમાં 4.8 ઈંચ, અંકલેશ્વરમાં 4.5 ઈંચ, પારડીમાં 4.3 ઈંચ, ઓલપાડમાં 4.2 ઈંચ, બારડોલીમાં 4.1 ઈંચ, પાટણ-વેરાવળમાં 4 ઈંચ અને ગણદેવીમાં 4 ઈંચમાં વરસાદ

ગુજરાતમાં રવિવારના રોજ 150 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સવારે ધીમી શરૂઆત કર્યા બાદ મેઘરાજાએ બપોર બાદ ધમાકેદાર બેટિંગ કરી હતી. મેઘરાજાએ રવિવારે દક્ષિણ ગુજરાતમાં ધામા નાખ્યા હતા. 13 તાલુકામાં 4 ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. આ સાથે જ વલસાડના ઉમરગાંવમાં 8 ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. ત્યારે જાણો ક્યાં તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો છે.
ઉમરગાંવમાં 8 ઈંચથી વધુ, કામરેજમાં 6.3 ઈંચ, પલસાણામાં 6.25 ઈંચ, સુરત શહેરમાં 5.74 ઈંચ, નિઝરમાં 5.55 ઈંચ, મહુવામાં 5 ઈંચ, નવસારીમાં 4.8 ઈંચ, અંકલેશ્વરમાં 4.5 ઈંચ, પારડીમાં 4.3 ઈંચ, ઓલપાડમાં 4.2 ઈંચ, બારડોલીમાં 4.1 ઈંચ, પાટણ-વેરાવળમાં 4 ઈંચ અને ગણદેવીમાં 4 ઈંચમાં વરસાદ નોંધાયો છે.
આ સાથે જ ખંભાતમાં 98 મીમી, ઉમરપાડામાં 94 મીમી, કપરાડામાં 93 મીમી, જામજોધપુરમાં 92 મીમી, વલોડમાં 85 મીમી, ધોળકામાં 84 મીમી, જામનગરમાં 80 મીમી, વિસાવદરમાં 79 મીમી, જલાલપોરમાં 78 મીમી વરસાદ વરસ્યો છે. આ સાથે જ 128 તાલુકામાં સામાન્યથી 3 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
