News of Monday, 22nd July 2024
૨૬મી સુધી મેઘરાજા મહાલશેઃ અશોકભાઇ પટેલ
વરસાદનો મુખ્ય રાઉન્ડ તા. ૨૨ થી તા. ૨૫ સુધી, ગુજરાત રિજિયનથી શરૂઆત થયા બાદ સૌરાષ્ટ્ર,કચ્છમાં વરસાદ પડશેઃ આઇસોલેટેડ વિસ્તારોમાં ૮ ઇંચથી વધુ ખાબકશેઃ પવનનું જોર રહેશે

રાજકોટઃ વેધરએનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલ એ અકિલા સાથેની વાતચીતમાં સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ ૨૧ થી ૨૬ જુલાઈ ૨૦૨૪ ની આગાહી કરી છે. જે આ મુજબ છે.
ᅠતેઓએ જણાવ્યું છે કે અનેક ફાયદાકારક પરિબળો ને હિસાબે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના ઘણા વિસ્તારમાં વરસાદ ના વધુ એકᅠ રાઉન્ડ ની શક્યતા છે. બંગાળની ખાડી બાજુની સિસ્ટમ આનુસંગિક યુએસી મધ્ય પ્રદેશ આસપાસ આવશે ત્યારે ગુજરાત રાજય પરના યુએસી સાથે ઈન્ટરેક્શન થી વરસાદનો મુખ્ય રાઉન્ડ તારીખ ૨૨ થી ૨૫ જુલાઈ દરમિયાન પહેલા ગુજરાત રિજિયન થવાની શક્યતા અને પછી સૌરાષ્ટ્ર અને કચ્છ બાજુ. આઇસોલેટેડ વિસ્તારો માં વરસાદ ની કુલ માત્રા ૨૦૦ mm.થી વધુ રહેવાની શક્યતા જે ગુજરાત રાજય અને આસપાસ ના મજબૂત યુએસી તેમજ એમપી બાજુના યુએસીના લોકેશન આધારિત રહેશે. આગાહી સમય ના વધુ દિવસો પવનનું જોર રહેશે.
હાલની સ્થિતિ અને આગળના પરિબળો આ મુજબ છે. ઓડિશા કિનારા પરનું WMLP હવે ઓડિશા પર આવ્યું અને ૧૨ કલાકમાં નબળું પડી લોમાં પરિવર્તિત થશે.
મોન્સૂન ટ્રફ સી લેવલ પર જેસલમેર, કોટા, જબલપુર, રાયપુર, અને ત્યાંથી વમલપ સુધી અને મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ જાય છે.
મોન્સૂન ટ્રફ નોર્મલ થી દક્ષિણ તરફ બે ત્રણ દિવસ રહેશે.શિયર ઝોન ૩.૧ કિમિ અને ૫.૮ કિમિ લેવલ માં ૨૦ ડિગ્રી નોર્થ પર છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.
ઓફ-શોર ટ્રફ સી લેવલ પર દક્ષિણ ગુજરાત થી નોર્થ કેરળ સુધી શક્રિય છે. ચોમાસુ ધરી સી લેવલ થી ૧.૫ કિમિ ના લેવલ માં નોર્મલ થી દક્ષિણે રહેશે અને તે સમય દરમિયાન ધરી નો પશ્ચિમ છેડો થોડા દિવસો ગુજરાત રાજય અને આસપાસ આવવાની શક્યતા. ઓડિશા બાજુ થી આવતી સિસ્ટમ નું યુએસી અને ગુજરાત રાજયનું યુએસી સાથે એક બહોળું સર્ક્યુલેશન કે ટ્રફ છવાશે ૩.૧ કિમિના લેવલમાં છે.
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
