<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

સમગ્ર ભારતમાં પોસ્‍ટ વિભાગમાં ૪૪રર૮ જગ્‍યાઓ ઉપર ભરતીઃ જલ્‍દી અરજી કરો

ગુજરાતમાં ર૦૩૪ જગ્‍યાઓ સહિત : ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ પ ઓગસ્‍ટઃ શૈક્ષણીક લાયકાત ધોરણ ૧૦ પાસ તથા વયમર્યાદા ૪૦ વર્ષઃ ડાક સેવક તરીકે જોડાવાની તક

રાજકોટ તા. રર :.. આજનું યુવાધન સતત સરકારી નોકરી મેળવવા માટે આતુર હોય છે ત્‍યારે હાલમાં ભારતના પોસ્‍ટ વિભાગ દ્વારા સમગ્ર ભારતમાં બ્રાન્‍ચ પોસ્‍ટ માસ્‍ટર, આસીસ્‍ટન્‍ટ બ્રાન્‍ચ પોસ્‍ટ માસ્‍ટર તથા ડાક-સેવકની કુલ ૪૪રર૮ જગ્‍યાઓ ઉપર ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં પ ઓગસ્‍ટ, ર૦ર૪ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકાય છે.

ઓનલાઇન અરજી કરવા માટે ગ્રામીણ ડાક સેવક (GDS)/ ઇન્‍ડિયા પોસ્‍ટની ઓફીશ્‍યલ વેબસાઇટ ઉપર જઇ શકાય છે.   G https://indiapostgdsonline. gov.in. ઉપર જઇને ભરતી વિશેની સંપૂર્ણ વિગતો જાણી શકાય છે.  ઇન્‍ડિયન પોસ્‍ટલ ડીપાર્ટમેન્‍ટ દ્વારા થનાર આ ભરતીમાં ગુજરાતમાં કુલ ર૦૩૪, જગ્‍યાઓ ભરવામાં આવશે. સંજોગોવસાત કુલ જગ્‍યાઓમાં  ફેરફાર શકય છે. સમયાંતરે સત્તાવાર વેબસાઇટ જોતી રહેવી હિતાવહ છે. કે જેથી સંપૂર્ણ વિગતો સાથે લેટેસ્‍ટ અપડેટસ મળી શકે.

પોસ્‍ટ વિભાગ દ્વારા થનાર ડાક સેવકોની આ ભરતી માટે શૈક્ષણીક લાયકાત ધોરણ ૧૦ પાસ રાખવામાં આવી છે. તથા વય મર્યાદા, ૧૮ થી ૪૦ વર્ષ હોવાનું જાણવા મળે છે. સરકારશ્રીના નિયમ મુજબ રીઝર્વ કેટેગરીના ઉમેદવારોને છૂટછાટ મળવાપાત્ર થશે. આ ભરતી માટે લેખિત પરીક્ષા રાખેલ ન હોવાનું જાણવા મળે છે.

પ ઓગસ્‍ટ, ર૦ર૪ સુધીમાં ઓનલાઇન અરજી કર્યા બાદ ૬ થી ૮ ઓગસ્‍ટ, ર૦ર૪ દરમ્‍યાન કરેલ અરજીમાં સુધારો કરવાની પણ તક આપવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. તમામ જગ્‍યાઓ સંદર્ભે ૧૦ હજારથી માંડીને ર૯ હજાર રૂપિયા આસપાસનો પગાર મળવાપાત્ર થશે.

તો મિત્રો, સરકારના વિભાગમાં નોકરી મેળવવાની અમૂલ્‍ય તક આવી છે ત્‍યારે યોગ્‍ય લાયકાત, સચોટ માર્ગદર્શન, સ્‍વપ્રયત્‍ન, હકારાત્‍મક અભિગમ, આત્‍મ વિશ્વાસ સમાજ માટે કંઇક કરી છૂટવાની તમન્‍ના તથા ઇશ્વરમાં શ્રધ્‍ધા રાખીને જલ્‍દીથી અરજી કરી દો. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌને ઓલ ધ બેસ્‍ટ.

(11:54 AM IST)