News of Monday, 22nd July 2024
વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્ર ગુજરાતનો મોસ્ટ વોન્ટેડ આરોપી ઝડપાયો
જુનાગઢ જેલમાંથી વડોદરા જતા સમયે આ કુખ્યાત અપરાધી એક દશકા પહેલા નાશી છૂટયો હતો સીપી નરસિંહમાં કોમાર દ્વારા ચાલતા મિશન વોન્ટેડ અભિયાનમાં જેસીપી મનોજ નિનામા, ડીસીપી યુવરાજસિંંહ જાડેજાના માર્ગદર્શનમાં એસીપી હરપાલસિહ રાઠોડના નેતળત્વમાં ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ આર.જી. જાડેજા, એચ. ડી. તુવરા ટીમને મોટી સફળતા મળી

રાજકોટ, તા.,૨૨: સૌરાષ્ટ્ર ગુજરાતના વડોદરા સહિતના સંખ્યાબંધ ગુન્હામાં છેલ્લા ૧૦ વર્ષથી વોન્ટેડ અને જૂનાગઢ જેલમાંથી વડોદરા લઇ જતા સમયે નાશી છુટેલા કુખ્યાત આરોપી ગોપાલ ઠક્કરને વડોદરા ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ આર.જી.જાડેજા તથા એચ. ડી. તુવરાનાં નેતળત્વમાં ઝડપી લીધેલ છે
વડોદરા સીપી તરીકે ચાર્જ લેતા સાથે જ પ્રથમ બેઠકમાં જ માત્ર દારૂ જુગાર જેવા સામાન્ય કેસો પકડી સંતોષ માનવાને બદલે પ્રજાને જેની સાથે સીધી નિસ્બત છે તેવા મિલકત વિરોધી ગુન્હાના આરોપી, રીઢા ગુનેગાર અને લુખ્ખા તત્વોને વીણી વીણીને લોકપ ભેગા કરવા જેસીપી મનોજ નિનામા, ડીસીપી યુવરાજસિંહ જાડેજા સાથે ચર્ચા કરી એસીપી હરપાલસિહ જાડેજાના નેતળત્વમાં ક્રાઇમ બ્રાન્ચના વિશેષ ટીમો કાર્યરત કરવા નરસિંહમાં કોમાર દ્વારા અપાયેલ આદેશ અંતર્ગત ચાલતા અભિયાન સંદર્ભે કાર્યવાહી થયેલ છે.
(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
