News of Monday, 22nd July 2024
દવા આ ગઈ હૈ, આ કોડવર્ડ હેઠળ સુરતમાં એમડી ડ્રગ્સ વેચાણ કરવાના નેટવર્કનો પર્દાફાશ
૧૨.૫૭ લાખના ડ્રગ્સ સાથે ત્રણ પેડલરો સીપી અનુપમસિંહ ગેહલોતનાં માર્ગદર્શનમાં પોલીસ દ્વારા ઝડપી લેવાયા, વધુ માલ કબ્જે કરવા વિવિધ ટીમો કાર્યરત ધંધામાં મંદી આવતા મહમદ મુંબઈથી ટ્રેન દ્વારા ડ્રગ્સ લાવતો હોવાનો ધડાકો, હર્ષ સંઘવીએ ટવીટર દ્વારા વર્ણવેલ વિસ્તળત વિગતોની રસપ્રદ કથા

રાજકોટ, તા.,૨૨: નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન હેઠળ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, વાલીઓ, વિઘાર્થીઓની પોલીસ સાથે અદભુત ધરી રચી વડોદરાના સફળ પ્રયોગનો પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા સુરતમાં હાથ ધરાયેલ અભિયાનમાં વધુ એક મોટો સફળતા મળી છે, આ સફળતાની નોંધ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા લઈ સુરત પોલીસના સુકાની અને સુરત પોલીસની આ સિધ્ધી આડકતરી રીતે બિરદાવી આખી બાબત ટ્વીટર પર પ્રસિધ્ધ કરતાં સુરત પોલીસમાં કામની કદર થતાં બેવડા જોશથી પોલીસ કામે લાગી છે.
સુરતના લાલગેટ હોડી બંગલા નજીક પાનના ગલ્લાની આડમાં ડ્રગ્સનો કાળો કારોબાર ચાલી રહ્યાની બાતમી આધારે ત્રણ પેડલરો લાલગેટ પોલીસ દ્વારા ઝડપી લેવાયા છે. ત્રણે આરોપી પાસેથી ૧૨.૫૭ લાખનું ૧૨૫ ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી લેવામાં આવેલ છે. પાનના ચોક્કસ ગલ્લાઓ દ્વારા યુવાનોને આવા કેફી દ્રવ્યો વેચી રહ્યાની બાતમી આધારે તાજેતરમાં જ સૂરત એઓજી પીઆઇ અશોક ચોધરી, પીઆઇ અતુલ સોનારા ટીમ મારફત સીપી દ્વાર સરપ્રાઈઝ ચેકીંગ સાથે યુવાનો રાતે ૧૧ પછી પાનના ગલ્લે કે ચાની લારીઓ પર ઊભા ન રહે તે માટે સીપી દ્વારા જાતે સમજાવટ થયેલ. એમડી ડ્રગ્સ મળી આવતા અનુપમસિંહ ગેહલોત સમક્ષ વરિષ્ઠ નાગરિકો દ્વારા થયેલી ફરિયાદ કેટલી વ્યાજબી હતી તેની પ્રતીતિ થયેલ છે
અત્રે એ યાદ રહે કે સીપી અનુપમસિંહ ગેહલોત દ્વારા વડોદરાના પ્રથમ વખતના કાર્યકાળ દ્વારા વડોદરાના સંખ્યાબંધ વાલીઓની રજૂઆત દ્વારા ડ્રગ્સ વિરોધી ઝુંબેશ શરૂ કરેલ, વિદેશથી ખાસ કીટ મંગાવેલ જેની નોંધ અન્ય રાજ્યની હાઈકોર્ટ દ્વારા લેવાયેલ.
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
