News of Monday, 22nd July 2024
ગુજરાતમાં હાલ ચાંદીપુરાના ૧૯ કેસ, મૃત્યુનું પ્રમાણ ઘટયુઃ ઋષિકેશ પટેલ
.jpg)
રાજકોટ તા.૨૨: ગુજરાતમાં મોઢુ ફાડી ભય ફેલાવી રહેલ ચાંદીપુરા વાઇરસ આધારિત રોગના હાલ ૧૯ દર્દીઓ છે. રાજય સરકાર દ્વારા સઘન સારવાર અને પુર્વ સાવચેતીના પગલાના કારણે આ રોગમાં અગાઉ કરતા માપનું પ્રમાણ ૨૭ ટકા જેટલુ ઘટયાનું આરોગ્ય મંત્રીનું કહેવું છે. આ રોગ ૦ થી ૧૪ વર્ષ સુધીના બાળકોમાં જોવા મળે છે. બાળકોમાં તાવ, ઉલ્ટી, માથાનો દુઃખાવો વગેરે આ રોગના લક્ષણ હોય શકે છે.
આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે પહોલ ચાંદીપુરા વાઇરસથી થતા આ રોગમાં મૃત્યુનું પ્રમાણ કુલ દર્દીના ૬૦ ટકા જેટલું હતું તે ઘટીને ૩૩ ટકા જેટલુ થયું છે. અત્યાર સુધીમાં ૩૩ બાળકોના મૃત્યુ નોંધાયા છે. જે શંકાસ્પદ ૮૯ દર્દીના સેમ્પલ લેવામાં આવેલ તેમાંથી પંચાવનના રીપોર્ટ આવી ગયા છે. ૩૬ના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. ૧૯ પોઝીટીવ આવ્યા છે. ૩૩ના રીપોર્ટ આવવાના બાકી છે.
આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે રોગના લક્ષણો ધરાવતા દર્દીઓને તાત્કાલીક સારવાર માટે ડોકટરો, દવા, પથારી, ઓકિસજન, વેન્ટીલેટર વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે. ગામેગામ આંગણવાડી, શાળાઓ, ઉકરડા વગેરેમાં દવા છંટકાવની સુચના અપાયેલ છે. લોકો પણ આસપાસ કયાંય ગંદકી ન થાય તેની કાળજી રાખે, બાળકોનું શરીર પુરતા પ્રમાણમાં ઢંકાઇ જાય તેવા કપડા પહેરાવે, ઘરમાં હવા ઉજાસની વ્યવસ્થા રાખે તેવી પૂર્વ સાવચેતી જરૂરી છે.(
(12:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
