તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 22nd July 2024
કલ્યાણપુરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ :બે કલાકમાં પાંચ ઈંચ વરસાદ ખાબક્યો: 12 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા
સવારે 10 વાગ્યા સુધીમાં બે કલાકમાં રાજ્યના 68 તાલુકામાં વરસાદ નોંધાયો: 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ

અમદાવાદ : સૌરાષ્ટ્રમાં ધબધબાટી બોલાવ્યા બાદ હવે મેઘરાજા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં તોફાની બેટિંગ કરી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 150 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડ, સુરત અને નવસારી જિલ્લામાં પડ્યો હતો. બીજી તરફ હવામાન વિભાગે આજે સોમવારની આગાહી કરી છે જેમાં 12 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતાઓ સેવી છે.
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 22 જુલાઈ 2024, સોમવારે સવારે 8 વાગ્યાથી લઈને સવારે 10 વાગ્યા સુધીમાં બે કલાકમાં રાજ્યના 68 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સવારથી જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે દેવભૂમી દ્વારકાના કલ્યાણપુરમાં વરસાદે ભૂક્કા બોલાવી દીધા હતા. બે કલાકમાં પાંચ ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત જૂનાગઢના માણાવદરમાં ત્રણ ઈંચ, રાજકોટના પેટલાદમાં પોણા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો.
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 22 જુલાઈ 2024, સોમવારે સવારે 6 વાગ્યાથી લઈને સવારે 8 વાગ્યા સુધીમાં બે કલાકમાં રાજ્યના 63 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે ગીર સોમનાથના ગીર ગઢડામાં અઢી ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. સવારના બે કલાકમાં એક ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો.
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં રવિવારે સવારે 6 વાગ્યાથી લઈને સોમવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયમાં રાજ્યના 150 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વલસાડના ઉમરગામમાં આઠ ઈંચથી વધુ, સુરતના કામરેજ અને પલસાણામાં સાડા છ ઈંચ, સુરત શહેરમાં પોણા છ ઈંચ વરસાદ નોંધાયો હતો. અહીં આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો છે
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં રવિવારે સવારે 6 વાગ્યાથી લઈને સોમવારે સવારે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 137 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના ઉમરગામમાં આઠ ઈંચ વરસાદ નોંધાયો હતો. સુરતના પલસાણામાં છ ઈંચ, કામરેજમાં સાડા પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો.
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં રવિવારે સવારે 6 વાગ્યાથી લઈને સોમવારે સવારે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 137 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.નીચે આપેલા કોષ્ટકમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
