News of Monday, 22nd July 2024
હવે તા. રર થી ર૮ દરમિયાન પૂર્વ-ઉત્તર મધ્ય ગુજરાતમાં મેઘમહેર

રાજકોટ, તા. રર : હવે સૌરાષ્ટ્ર ના દરિયા કાંઠે તા.૨૪ સુધી વરસાદ હળવો થતો જશે જોકે સૌરાષ્ટ્ર માં વરસાદી માહોલ છેક ૧ ઓગષ્ટ સુધી ચાલુ રહેશે પણ આવતા વીક માં હવે પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત તથા ઉત્તર ગુજરાત નો વારો છે. બંગાળ ની ખાડી માં ઊભુ થયેલ લો પ્રેશર મધ્યપ્રદેશ થઈ ને ગુજરાત તરફ આવી રહ્યુ છે તેથી જો આ પ્રેશરની દિશા માં કોઈ અણધાર્યો ફેરફાર ન થાય તો તા.૨૨ થી ૨૮ વચ્ચે વરસાદ હવે પૂર્વ ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત માં ધબધબાટી બોલાવશે તેમ લીલીયાના જય પ્રકાશ માઢકે જણાવ્યું છે.
(2:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
