<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

ઉમરગામ ૮, કામરેજ ૬.૫, સુરત ૬, મહુવા અને નવસારી ૫ ઇંચ

વાપી ૩ ઇંચ ભારે વરસાદઃ રાજ્‍યનાં ૨૫ જીલ્લાના ૧૫૦ તાલુકાઓમાં ઝરમરથી ભારે વરસાદઃ અનેક વિસ્‍તારોમાં ફરી વળ્‍યા પાણીઃ ઉકાઇ ડેમની જળસપાટી ૩૧૩.૪૮ ફુટે પહોંચી

(જીતેન્‍દ્ર રૂપારેલિયા દ્વારા) વાપી,તા.૨૨: ચોમાસાની આ સીઝનમાં મેઘરાજા વારા ફરતી વારા અનેક વિસ્‍તારો માં જાણે મહેર નહી કહેર વર્તાવી રહ્યા છે.

આજે સવારે ૯ કલાકે ઉકાઈ ડેમ ની જળસપાટી ૩૧૩.૪૮ ફૂટે પહોંચી છે.

છેલ્લાં ૨૪ કલાક માં નોંધાયેલ વરસાદ ના મુખ્‍યત્‍વે આંકડા ને જોઈએ તો... ઉમરગામ ૨૦૬ મિમી, કામરેજ ૧૬૦ મિમી, સુરત સીટી ૧૪૬ મિમી, મહુવા ૧૨૬ મિમી, નવસારી ૧૨૩ મિમી, અંકલેશ્વર ૧૧૫ મિમી, પારડી ૧૧૦ મિમી, ઓલપાડ ૧૦૭ મિમી, બારડોલી ૧૦૬ મિમી, અને ગણદેવી ૧૦૩ મિમી ભારે વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત રાજયનાં ૧૩૭ તાલુકાઓમાં ૧ થી ૯૬ મિમી સુધીનો વરસાદ નોંધાયો છે.

(2:22 PM IST)