News of Monday, 22nd July 2024
અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આજે સવારે બાળકીનું શંકાસ્પદ રીતે મોત

અમદાવાદ, તા. રર : અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં એક બાળકીનું શંકાસ્પદ રીતે મોત થયું છે. બાળકી ૨૦ તારીખથી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ હતી. ત્યારે આજે સવારે રિપોર્ટ આવતા પહેલા બાળકીનું મોત થયું છે. હજુ બે બાળકો સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે.
ગુજરાતમાં કેટલા દિવસથી ચાંદીપુરા વાઈરસને લઈને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અને નાના બાળકો તેનો સૌથી વધુ ભોગ બની રહ્યા છે. ત્યારે આજે સવારે સિવિલ હોસ્પિટલમાં પાલનપુર ખાતેની એક બાળકીનું મોત થયું છે. તેથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ બાળકી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તા ૨૦ જુલાઈએ હોસ્પિટલમાં દાખલ થઈ હતી. જ્યારે દાખલ કરવામાં આવી ત્યારે તેને ઝાડા ઉલ્ટી અને તાવના લક્ષ્ણો દેખાતા તેને સારવાર ખાતે ખસેડવામાં આવી હતી.
જ્યારે બાળકીને પાલનપુરથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ ત્યારે તેને સૌથી પ્રથમ તેનો રિપોર્ટ તેનો પૂર્ણે મોકલવામાં આવ્યો હતો. પણ પૂર્ણેથી રિપોર્ટ આપતા પહેલાજ બાળકીનું અવસાન થઈ ગયુ હતુ. બાળકીને ચાંદીપુરા વાઈરસના લીધે અવસાન થયુ હોય તેવું અનુમાન લગાવાવમાં આવી રહ્યું છે. આ સાથે ગુજરાતમાં ચાંદીપુરા વાઈરસને લઈને બાળકોના મોતનો આંકડો દિવસે દિવસે સખત વધતો રહે છે.હજું સિવિલ હોસ્પિટલમાં બે બાળકો સારવાર હેઠળ છે. તેમનો પણ રિપોર્ટ પૂર્ણે મોકલવામાં આવ્યો છે.
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
