News of Monday, 22nd July 2024
નરોડામાં વિધવા મહિલા પાસેથી તાંત્રિકે વિધીના બહારને રૂ.૨.૭૮ છેતરપિંડી કરી
મોટી દિકરી પ્રેમ લગ્ન કરી જતી રહી હતી. તે પાછી લાવવા માટે

અમદાવાદ, તા. રર : અમદાવાદમાં એક વિધવા મહિલા સાથે તાંત્રિક વિધીના બહારને તાંત્રિકે ૨.૭૮ લાખની છેતરપિંડી કરી હતી. મોટી દીકરી પ્રેમ લગ્ન કરીને જતી રહી હતી. તે ઘરે પરત લાવવા માટે વિધવા મહિલાએ તાંત્રિકનો સહારો લીધો હતો. અને તાંત્રિકે દિકરી પાછી લાવવા માટે વિધીના બહારને ૨.૭૮ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી.
અમદાવાદમાં નરોડા વિસ્તારમાં રહેતા વિધવા મહિલા થોડા સમય મોટી દિકરી પ્રેમ લગ્ન કરીને ઘર છોડીને ગતી રહી હતી. તેથી તે દિકરીને પાછી લાવવા માટે વિધવા મહિલાએ એક તાંત્રિકને સહારો લીધો હતો. તે તાંત્રિકે પોતાની મોટી દિકરી પાછી લાવી આપશે. તે માટે તાંત્રિકે થોડી વીધી કરવાનું કહ્યુ હતુ. જેથી તાંત્રિકના વાતમાં આવીને મહિલાએ તે હા પાડી હતી. અને તાંત્રિકે અને તેના સાગરિતોએ વિધીના બહારને વિધવા મહિલા પાસે રૂપિયા. ૨.૭૮ લાખ પડાવ્યા હતા
જ્યારે વિધવા મહિલાને તાંત્રિકે કહ્યુ હતું કે હું તમારી દિકરી પ્રેમ લગ્ન કરીને ભાંગી ગઈ છે. તે પાછી લાવી હોય તો તે માટે એક વિધી કરવી પડશે. અને તે વિધી કરવા માટે થોડા પૈસાની જરૂર પડશે. તેથી તે વિધવા મહિલા તેના વાતોમાં આવીને તે તાંત્રિકની બધી વાત માની લીધી હતી. અને તાંત્રિકે થોડા થોડા કરીને વિધવા મહિલા પાસેથી કુલ ૨.૭૮ લાખ રૂપિયા જેવા પડાવ્યા હતા. પણ વિધવા મહિલાને પરિણામના આવતા અને પોતે છેતરપિંડીનો શિકાર બની છે. તેનું ભાન થતા તે મહિલાએ તરત જ નરોડા પોલીસ સ્ટેશનમાં જઈને તાંત્રિક અને તેના સાગરીતો સામે છેકરપિંડીનો ફરિયાદ નોંધાવી છે.
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
