<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ તા.૨૩થી ૨૬ જુલાઈ સુધી સુરત અને ડાંગ અભ્યાસ પ્રવાસ અર્થે જશે

ચીખલી, બોટનીકલ ગાર્ડન, શબરીધામ, સાપુતારા, સપ્તશૃંગી, સાંદીપની વિદ્યા શાખા તથા ગીરા ધોધ જેવા વિવિધ સ્થળોની મુલાકાત કરશે

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ તા. ૨૩ જુલાઈથી ૨૬ જુલાઈ ૨૦૨૪ દરમિયાન સુરત અને ડાંગ જિલ્લાના અભ્યાસ પ્રવાસ અર્થે જશે.

    આ સમિતિ તા. ૨૩ જુલાઈએ સુરત ખાતે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હેઠળ ચાલતા પ્રોજેક્ટની તથા કુટીર ઉદ્યોગ હેઠળના અર્બન હાટની મુલાકાત કરશે. આ ઉપરાંત સમિતિ તા. ૨૪,૨૫ અને ૨૬ જુલાઈએ ડાંગ જિલ્લાની મુલાકાત લેશે જેમાં ચીખલી, બોટનીકલ ગાર્ડન, શબરીધામ, સાપુતારા, સપ્તશૃંગી, સાંદીપની વિદ્યા શાખા તથા ગીરા ધોધ જેવા વિવિધ સ્થળોની મુલાકાત કરી તા. ૨૬ જુલાઈએ ગાંધીનગર પરત ફરશે તેમ ગુજરાત વિધાનસભાની યાદીમાં જણાવાયું છે.

(6:24 PM IST)