તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th July 2024
ઉમરપાડા ૧૧-પલસાણા, ખેરગામ ૧૦-કામરેજ, બારડોલી ૮-વધઇ અને વ્યારામાં ૭ ઇંચ
રાજયનાં ૩૩ જીલ્લાના ૨૦૬ તાલુકાઓમાં અનરાધાર વરસતો મેઘોઃ દક્ષિણ ગુજરાત માં મેઘરાજા નુ રોદ્ર સ્વરૂપ : સંઘ પ્રદેશનાં દાદરા નગર હવેલીમાં મેઘો જામ્યોઃ મધુવન ડેમનાં ૧૦ દરવાજા ખોલાયાઃ ઓરંગા અને વાંકી નદી ગાંડીતૂર

(જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા) વાપી, તા., ર૪: રાજયનાં ૩૩ જીલ્લા ના ૨૦૬ તાલુકા ઓમાં મેઘરાજા છેલ્લાં ૨૪ કલાકથી હેત વરસાવી રહ્યા છે, જોકે દક્ષિણ ગુજરાત પંથકમાં તો મેદ્યરાજાનાં રોદ્ર સ્વરૂપનો પરચો જોવા મળી રહ્યો છે.
ઓછા સમય માં ભારે વરસાદ ને પગલે અનેક વિસ્તારો માં પાણી ફરી વળ્યા છે, સઘ પ્રદેશનાં દમણ તેમજ દાંડી અને તિથલનો દરિયો તોફાની બન્યો છે, બંધો અને જળાશયોની જળ સપાટી સતત વધતા ડેમોનાં દરવાજા ખોલી સાવચેતીનાં ભાગ રૂપે મોટી માત્ર માં પાણી છોડાય રાહિયુ છે, લોકમાતા ઓ ગાંડીતૂર બની છે, જોકે વહીવટી તંત્ર સતત ખડેપગે ઊંભુ છે.
ભારે પાણીની આવકને પગલે દમણગંગાનાં મધુબન ડેમનાં ૧૦ દરવાજા ખોલી મોટી માત્રામાં પાણી છોડવા ની તંત્રને ફરજ પડી છે, વલસાડ પંથક ની ઓરાંગા અને વાંકી નદી બે કાંઠે વહેવા લાગતા એન ડી આર એફની ટીમ હાઈ એલર્ટ ઉપર રખાઈ છે, ઉંમરગામ નાં દરીયામાં તણાયેલ યુવક નો મૃતદેહ આજે મળેલ છે, હાઈવે ની બિસ્માર હાલત ને પગલે ભારે હાલાકી ઉભી થવા પામી છે.
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
