<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

આણંદના બોરસદમાં બારેમેઘ ખાંગા:માત્ર 4 કલાકમાં 12 ઈંચથી વધુ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકાર

તમામ અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા અને યોગ્ય તકેદારીના પગલાં ભરવા સૂચના

આણંદના બોરસદમાં આભ ફાટ્યું છે. છેલ્લા 4 કલાકમાં 12 ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. આ સાથે જ નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર અને વડોદરામાં પણ સારો એવો વરસાદ વરસી રહ્યો છે.

સવારના 8 કલાક થી બપોરના 12 કલાક દરમિયાન બોરસદ ખાતે 12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી દ્વારા બોરસદ પ્રાંત અધિકારી, બોરસદ મામલતદાર, બોરસદ તાલુકા વિકાસ અધિકારી સહિતના તાલુકા મથકના અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા અને યોગ્ય તકેદારીના પગલાં ભરવા સૂચના આપવામાં આવી છે. 

  ઉપરાંત કાર્યપાલક ઇજનેર સ્ટેટના જણાવ્યા મુજબ હાલમાં કોઈપણ રસ્તા બંધ નથી. જ્યારે ગ્રામ્ય વિસ્તારના તમામ રસ્તાઓ પણ ચાલુ છે. કોઈપણ રસ્તા બંધ કરવામાં આવ્યા નથી એમ કાર્યપાલક જિલ્લા પંચાયત દ્વારા જણાવ્યું છે.

હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ એલર્ટ મુજબ આણંદ જિલ્લામાં આજરોજ તા.24/07/2024ના રોજ હળવું વાવાઝોડું/વીજળી સાથે આશરે 40 કિમી પ્રતિ કલાકના પવનની ઝડપ સાથે હળવાથી મધ્યમ વરસાદની (5mm-15mm પ્રતિ કલાક) આગાહી છે. 

 વરસાદની પરિસ્થિતિ દરમિયાન આણંદ વહીવટીતંત્ર સૌ નાગરિકોને સાવચેતી રાખવા તથા કોઈપણ પ્રકારની અઘટીત બનાવ બને કે આપાતકાલીન પરિસ્થિતિ ઉદ્દભવે તો જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ 02692-243222 પર સંપર્ક કરવા વિનંતી છે.

(1:14 PM IST)