હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમદાવાદમાં ૮૦ હજાર રીક્ષા ચાલકોના બંધના એલાનને મળ્યો નબળો પ્રતિસાદ
ઓલા અને ઉબેર જેવા વાહનચાલકો સામે બંધનું એલાન આપવામાં આવ્યું હતું, અમુક સ્થળે બળજબરીપૂર્વક બંધ રખાયાનો રીક્ષાચાલકોનો આક્ષેપ

અમદાવાદઃ આજે અમદાવાદમાં રિક્ષા અને ટેક્સીના ચાલકોને બંધનું એલાન કરવામાં આવ્યું છે. પણ સવારથી જ બંધના એલાનનો નબળો પ્રતિસાદ જોવા મળી રહ્યો હતો. મોટા ભાગના રીક્ષા ચાલકો બંધમાં જોડાવાની જગ્યાએ પોતાના રીક્ષાઓ ચાલુ રાખી હતી. આજે ૮૦ હજાર જેટલા રીક્ષા ચાલકો બંધમાં જોડાશે તેવી પહેલ કરવામાં આવી હતી. પણ પ્રતિસાદ નબળો મળી રહ્યો હતો.
રીક્ષા અને ટેક્સીના ડ્રાઈવરોએ ઓનલાઈન ચાલતા રિક્ષા અને ટેક્સીના ફરિયાદ છે કે ઓલા, ઉબેર જેવા વાહન ચાલકો આરટીઓ ધારધોરણ મુજબ ભાડા આપતા નથી. અને ઓનલાઈન એપ્લીકેશન દ્વારા હેરાનગતિની સામનો કરવો પડે છે. તે માટે આજે રીક્ષા અને ટેક્સી ડ્રાઈવરોને બંધનું એલાન કરવામાં આવ્યું હતુ. પણ મોટા ભાગના રીક્ષા ચાલકો પોતાનો ધંધો ચાલુ રાખ્યો હતો. મોટા ભાગના વિસ્તારમાં મેમનગર જેવા વિસ્તારોમા બળજબરીપૂર્વક રીક્ષા બંધ રાખવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
