<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

મોદીના બજેટથી વેપાર ઉદ્યોગમાં નિરાશા

અમદાવાદઃતા.૨૪:  કેન્‍દ્ર સરકારના બજેટ ઉધોગપતિઓ અને નાના ઉધોગકારોને ખરાબ રીતે નિરાશ  કર્યા છે. વ્‍યકિતગત આવકવેરાની સ્‍ટાન્‍ડર્ડ ડિડકશન કપાતની  મર્યાદા માત્ર નોકરી કરતા લોકોને જ મર્યાદિત રાખવામાં આવી છે અને અન્‍ય લોકોને આ લાભથી વંચિત રાખવામાં આવ્‍યા છે જે ઘોર અન્‍યાય છે. નવા સ્‍લેબમાં જાહેર કરેલ રકમ, વધેલ મોંધવારી અને મુદ્રાસ્‍ફીતિને જોતા કોઇ રીતે રાહત ગણી શકાય તેમ નથી. આવકવેરાના નિયમ ૪૩ બી (એચ) માં સુધારા માટે ચૂંટણી દરમિયાન આપેલા વચનનું પાલન ન કરી ને મોટો અન્‍યાય કરવામાં આવ્‍યો છે, આ જોગવાઇને કારણ નાના ઉધોગકારો અને વેપારીઓની મુશ્‍કેલીઓમાં વધારો થયો છે અને તમામ સ્‍તરેથી રજૂઆત કરવામાં આવેલી

(4:27 PM IST)