તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th July 2024
શુક્રવારથી ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છેઃ ૭ ઓગસ્ટે બનનારી સિસ્ટમ્સ ગુજરાતમાં વરસાદ લાવી શકે છેઃ અંબાલાલ પટેલ

પશ્ચિમ સૌરાષ્ટ્રમાં લો પ્રેસરના કારણે ભારે વરસાદની શકયતાઃ જુનાગઢ, અમરેલી, બોટાદ, સાવરકુંડલાના ભાગોમાં હળવો તેમજ મધ્યમ વરસાદ પડી શકે છે
અમદાવા,તા.૨૪: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઉત્તર ગુજરાતને વરસાદ માટે સાબદા રહેવા ચેતવણી આપેલ છે. આગામી સમયમાં ત્રણ સિસ્ટમ્સ સર્જાશે જે ઉત્તર ગુજરાતમાં વરસાદ લાવી શકે છે. કચ્છના અખાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફથી આ સિસ્ટમ્સની અસરો દેખાઈ શકે છે.
વરસાદની ધરી ઉત્તરીય પૂર્વીય તરફ જવાના કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદ ઓછો પડી રહ્યો છે. હિંદ મહાસાગર તરફ થોડો વાદળોનો જમાવડો જોવા મળે છે.
૨૬ જુલાઈથી ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે, જયારે સાતમી ઓગસ્ટે બનનારી સિસ્ટમ્સ ગુજરાતમાં વરસાદ લાવશે તેમ અંબાલાલ પટેલ કહે છે.પヘમિ સૌરાષ્ટ્રમાં લો પ્રેસરના કારણે ભારે વરસાદ લાવી શકે છે. જુનાગઢ અમરેલી બોટાદ સાવરકુંડલાના ભાગોમાં હળવો તેમજ મધ્યમ વરસાદ આવી શકે છે.દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ સાથે પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. અમદાવાદ ગાંધીનગરમાં હળવો મધ્યમ વરસાદ થઈ શકે છે.ᅠ
પંચમહાલના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. ભરૂચ વડોદરામાં પણ ભારે વરસાદ પડી શકે છે. સાબરકાંઠા બનાસકાંઠામાં પણ વરસાદ આવી શકે છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ વરસાદ આવી શકે છે.
(4:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
