<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

ગૌરી વ્રત તહેવારના વિસર્જન કરવા ગયેલો યુવક નદીમાં ડૂબી જતાં મોત

વડોદરા,તા.૨૪: મહાદેવ તળાવ ખાતે ગૌરીવ્રતના લીધે ભારે ભીડ હતી. ત્‍યારે નદીમાં વિસર્જન કરવા માટે એક યુવાન નદીમાં ગયો હતો. ત્‍યારે પગ લપસતા તે નદીમાં તણાઈ ગયો. ત્‍યારે આસપાસના લોકો બૂમાબૂમ કરતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. અને ફાયર વિભાગ તાત્‍કાલિક ઘટના સ્‍થળ પર પહોંચીને યુવાનને શોધખોળ હાથ ધરી હતી.  ભારે મહેનત  બાદ યુવાનને લાશ નદીમાંથી મળી આવી હતી.

આખી રાત્રી યુવકને શોધખોળ ચાલુ હતુ. અને યુવાનની લાશ મળી આવતા નજીકના હોસ્‍પિટલ ખાતે લઈ ગયા હતા. અને તેને પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(4:44 PM IST)