<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની સટાસટી :મહીસાગરના વીરપુરમાં 2 કલાકમાં 3 ઈંચ, કપડવંજમાં સવા 2 ઈંચ ધોધમાર વરસાદ

સાંજે 4 થી 6 વાગ્યા સુધીના 2 કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના 131 તાલુકામાં નોંધપાત્ર વરસાદ

અમદાવાદ : છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ઘમરોળતા મેઘરાજાએ આજે વહેલી સવારથી મધ્ય ગુજરાત પર પોતાનું હેત વરસાવવાનું શરૂ કર્યું છે.અસહ્ય બફારાથી ત્રાહિમામ મધ્ય ગુજરાતના લોકો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યાં હતા. જેમની આતુરતાનો આખરે અંત આવ્યો છે. આજે વહેલી સવારથી મેઘરાજા મધ્ય ગુજરાતમાં તોફાની બેટિંગ કરી રહ્યાં છે. જે અંતર્ગત આણંદ જિલ્લાના બોરસદમાં સરેરાશ 14 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.

આજે સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધી રાજ્યના 222 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી બોરસદમાં સૌથી વધુ 354 મિ.મી. વરસાદ ખાબક્યો છે. આ સિવાય અન્ય તાલુકામાં તિલકવાડામાં 213 મિ.મી, પાદરામાં 199 મિ.મી, વડોદરામાં 198 મિ.મી, ભરૂચમાં 156 મિ.મી, નસવાડીમાં 156 મિ.મી, નાંદોદમાં 143 મિ.મી, ઝઘડિયામાં 135 મિ.મી, શિનોરમાં 134 મિ.મી, અંકલેશ્વરમાં 133 મિ.મી, હાંસોટમાં 130 મિ.મી, સંખેડામાં 115 મિ.મી., સંખેડામાં 115 મિ.મી, મહુવામાં 113 મિ.મી, વાઘરામાં 113 મિ.મી, ડભોઈમાં 107 મિ.મી., માંગરોળમાં 107 મિ.મી તેમજ કરજણમાં 105 મિ.મી વરસાદ વરસ્યો છે.

જ્યારે સાંજે 4 થી 6 વાગ્યા સુધીના 2 કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના 131 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી સૌથી વધુ 75 મિ.મી (અંદાજિત 3 ઈંચ) વરસાદ મહીસાગર જિલ્લાના વીરપુરમાં ખાબક્યો છે. આ સિવાય દહેગામમાં 72 મિ.મી, કપડવંજમાં 58 મિ.મી, પલસાણામાં 53 મિ.મી વરસાદ નોંધાયો છે.

આજે દિવસ દરમિયાન રાજ્યના 93 તાલુકામાં 1 ઈંચથી વધુ, 48 તાલુકામાં 2 ઈંચથી વધુ તેમજ 34 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.


 

(7:25 PM IST)