હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આગામી ત્રણ કલાકમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની શક્યતા
કાલે ભાવનગર, સુરત, નવસારી, વલસાડમાં અતિભારે વરસાદની શક્યતા: રેડ એલર્ટ અપાયું

સુરત અને નવસારી ઉપરાંત વડોદરા, ભરૂચ, આણંદ સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે અને હજી પણ મૂશળધાર વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આગામી ત્રણ કલાકમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત આવતીકાલે આવતીકાલે ભાવનગર, સુરત, નવસારી, વલસાડમાં અતિભારે વરસાદની શક્યતા છે. જેના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે વડોદરા અને અમદાવાદમાં પણ કાલે ભારે વરસાદ થઇ શકે છે.
હવામાન વિભાગ દ્વારા કરાયેલી તાજી આગાહી અનુસાર આગામી ત્રણ કલાકમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાત સુરેન્દ્રનગર, મોરબી, આણંદ, ખેડા, અરવલ્લી, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં હળવોથી ભારે વરસાદ થઇ શકે છે.
25 જુલાઈના રોજ ભાવનગર, સુરત, નવસારી, વલસાડમાં અતિભારે વરસાદની શક્યતા જણાતા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, આણંદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે તેમ હોય ઓરેન્જ એલર્ટ અને દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, અરવલ્લી, મહિસાગરમાં ભારે વરસાદની શક્યતાના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને સાબરકાંઠામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
26 જુલાઈના રોજ રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાના પગલે ઓરેન્જ એલર્ટ જ્યારે જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, વડોદરા, ભરૂચ, પંચમહાલ, મહિસાગર, છોટા ઉદેપુર, દાહોદ, નર્મદા, તાપી અને ડાંગમાં ભારે વરસાદ થઇ શકે તેમ હોય યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ખેડા, અરવલ્લી, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને કચ્છમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
27 અને 28 જુલાઈના રોજ ભાવનગર, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા જણાતા ઓરેન્જ એલર્ટ અને અમરેલી, બોટાદ, સુરત, તાપી, નવસારી, ડાંગમાં ભારે વરસાદ થઇ શકે તેમ હોય યલો એલર્ટ આપ્યું છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, વડોદરા, આણંદ અને ખેડામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
