તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th July 2024
સુરત શહેર- જિલ્લાના ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં આવેલી શાળાઓના આચાર્ય સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને લઇ કાલે રજા જાહેર કરી શકશે
જે શાળાઓ અતિવૃષ્ટિથી પ્રભાવિત વિસ્તારમાં નથી તે શાળાઓ તા.૨૫/૦૭/૨૦૨૪ ના રોજ કાર્યરત રહેશે

સુરત:સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે સુરત શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ છે. હવામાન વિભાગની ભારે હજુ વરસાદની આગાહી છે. જેને ધ્યાને લઈ વિદ્યાર્થીઓના હિતમાં તારીખ ૨૫/૦૭/૨૦૨૪ ના રોજ સુરત શહેર અને જિલ્લાના અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત વિસ્તારોમાં આવેલી શાળાઓના આચાર્ય સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને લઇ તે વિસ્તારની શાળાઓમાં રજા જાહેર કરી શકશે.
વધુમાં જે શાળાઓ અતિવૃષ્ટિથી પ્રભાવિત વિસ્તારમાં નથી તે શાળાઓ તા.૨૫/૦૭/૨૦૨૪ ના રોજ કાર્યરત રહેનાર છે, તે શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત વિસ્તારોમાંથી આવ-જા કરતાં હોય તે વિદ્યાર્થીઓ માટે પણ રજા રાખવાની રહેશે એમ શાસનાધિકારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત મહાનગરપાલિકા, જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી, જિલ્લા પંચાયત અને જિલ્લા શિક્ષણાધિકારીની યાદીમાં જણાવાયું છે.
(7:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
