<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

ત્રણ-ત્રણ સિસ્ટમ ભેગી થતાં મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો :રાજ્યના 205 તાલુકામાં મેઘમહેર

ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારો જળમગ્ન:પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા :રોડ-રસ્તાઓ પર પણ ઘૂંટણસમા પાણી:છેલ્લા 10 કલાકમાં રાજ્યના 205 તાલુકામાં વરસાદ નોંધાયો

વડોદરા: આજે સવારથી જ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મૂશળધાર વરસાદ પડી રહ્યો છે. ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે. પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. જ્યારે રોડ-રસ્તાઓ પર પણ ઘૂંટણસમા પાણી જોવા મળી રહ્યા છે. આવામાં વરસાદની આંકડાની વાત કરીએ તો, છેલ્લા 10 કલાકમાં રાજ્યના 205 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યાં સૌથી વધુ બોરસદમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો છે

  10 કલાકમાં રાજ્યના 205 તાલુકામાં વરસાદ પડ્યો છે. જ્યાં 15 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ બોરસદમાં 14 ઈંચ અને તિલકવાડમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો છે. ઉપરાંત પાદરા અને ભરુચમાં 7.5 ઈંચ, નસવાડી અને વડોદરામાં 6 ઈંચ, નાંદોદ અને ઝઘડિયામાં 5.5 ઈંચ, અંકલેશ્વર અને હાંસોટમાં 5.5 ઈંચ, સિનોર અને વાગરામાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે.

    આજે બુધવારે સાંજે 7 વાગ્યા સુધીની વરસાદની આગાહી સામે આવી છે. જેમાં 10 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ છે.

આજે સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 10 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, મહીસાગર, પંચમહાલ, ભરૂચ, સુરતનો સમાવેશ થાય છે.

(8:23 PM IST)