<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાત ઉપર આવતીકાલ સુધી અતિશય ભારે અને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

આવતીકાલ સવારે ૮.૩૦ સુધીમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં તથા સૌરાષ્ટ્ર કચ્છના રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને કચ્છમાં અમુક સ્થળોએ અતિશય ભારે વરસાદ અને અન્ય કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની હવામાન ખાતાએ આજે બપોરે ત્રણ વાગે આગાહી કરી છે.

દક્ષિણ ગુજરાતના છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપી;  સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ અને દીવમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી થઈ છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને વડોદરા. જિલ્લામાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી થઈ છે.

અત્યારે રાત્રે ૯.૪૫ આસપાસ લેવાયેલી ઇનસેટ ઉપગ્રહની તસવીરમાં ચારે કોર વાદળા છવાયેલા જોવા મળે છે.

(9:55 PM IST)