News of Wednesday, 24th July 2024
પશ્ચિમ ગુજરાતના દરિયાકાંઠાના જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદ ક્યારે વિરામ લેશે તે કહી શકાય તેવું નથી: વેધર ઈતિહાસમાં પહેલીવાર આવી પરિસ્થિતિનું નિર્માણ થયું હશે કે કોઈ એક વરસાદી સિસ્ટમ્સ એકજ ધરી ઉપર આટલાં લાંબા સમય સુધી સક્રિય રહી હોય: માત્ર કુદરતી પરિબળો ઉપર આધાર

નૈઋત્ય ચોમાસાના રસ્તે થઈને વાયા અરબી સમુદ્રમાં થઈને પશ્ચિમ ગુજરાતના દરિયાકાંઠે સ્થિર થયેલ આ સિસ્ટમે ઘણા આગાહીકારોને વિચારતા કરી નાખ્યાં છે.
લગભગ વેધર ઈતિહાસમાં પહેલીવાર આવી પરિસ્થિતિનું નિર્માણ થયું હશે કે કોઈ એક વરસાદી સિસ્ટમ્સ એકજ ધરી ઉપર આટલાં લાંબા સમય સુધી સક્રિય રહી હોય. જેમ જેમ સમય જતો જાય છે એમ અરબી સમુદ્રનો ભેજ આ સિસ્ટમ્સને વધુ મજબૂત બનાવતો જાય છે.
અત્યારે દરેક આગાહીકારોના મતે થોભો અને રાહ જુઓની નિતી પ્રમાણે વરસાદ ક્યારે બંધ થશે તેનું સચોટ વિશ્લેષણ શક્ય જ નથી. અત્યારે વરસાદ ક્યારે વિરામ લેશે તેનો એકમાત્ર આધાર કુદરતી પરિબળો ઉપર રહેલો છે.
જ્યારે અરબી સમુદ્રમાં ભેજ અને વરસાદી પવનો સ્થિર થશે અને તેની ગતિવિધીમાં બદલાવ આવશે નહીં ત્યાં સુધી પશ્ચિમ ગુજરાતના દરિયાકાંઠાના જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદ ક્યારે વિરામ લેશે તે કહી શકાય તેવું નથી રહ્યું. તેનો સંપૂર્ણ આધાર હવે કુદરતી પરિબળો ઉપર રહેલો છે.
(10:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
