હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સુરતના રસ્તાઓ પર ફરતી બોટ:ગર્ભવતી મહિલાનું રેસ્ક્યુ ઠેર ઠેર પાણી ભરાયા :વાહનો ચાલકોને હાલાકી:ઝાડ પડ્યા
પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ અને અન્ય અધિકારીઓ ખાડી કિનારા વિસ્તારની મુલાકાતે

સુરતમાં ભારે વરસાદને લઈને ખાડીઓના જળસ્તર પણ વધ્યા છે તો બીજી તરફ પર્વત પાટીયા ગીતાનગરમાં પણ પાણી ભરાઈ ગયા હતા અહી કમર સુધીના પાણી ભરાઈ જતા લોકોને હાલાકી પડી હતી. અહી બોટો ફરતી થઇ ગઈ હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા અહી એક ગર્ભવતી મહિલાનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં ફાયર વિભાગની ટીમ પણ બોટ સાથે તૈનાત છે.
શહેરમાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ છે. સુરતના યોગીચોક વિસ્તારમાં મહાવીર ચોકથી કિરણ ચોક રોડ પર પાણી ભરાઈ ગયા હતા જેને લઈને લોકોને તેમજ વાહન ચાલકોને ભારે હાલાકી પડી હતી. શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસતા ઝાડ પડવાના બનાવો પણ સામે આવ્યા હતા
સુરત પાલિકાના આઈસીસી ખાતે બનાવેલા કંટ્રોલરૂમ પરથી પાલિકા કમિશ્નર સહિતના અધિકારીઓ નજર રાખતા હતા. આઈસીસીસી પરથી રાઉન્ડ ધ ક્લોક મોનીટરીંગ થઈ રહ્યું છે. દરમિયાન આજે વહેલી સવારથી જ પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ અને અન્ય અધિકારીઓ ખાડી કિનારા વિસ્તારની મુલાકાતે જઈને ખાડીની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ ઉપરાંત જ્યાં પાણીનો ભરાવો થયો છે તેમાંથી કેટલાક લોકોને સ્થળાંતર કરાવવામાં આવ્યા છે તે રાહત કેમ્પની મુલાકાત લીધી હતી અને લોકોને ફુડ પેકેટ,શુઘ્ધ પીવાનું પાણી સહિતની સુવિધાઓ પુરી પાડવા લાગત અધિકારીઓને જરૂરી સુચનો કર્યા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
