<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th July 2024

ભારે વરસાદને લીધે વડોદરા પાસેના ગામમાં મોડી રાત્રે તળાવ ફાટ્યું : અત્યાર સુધી ફાયરબ્રિગેડ દ્વારા 30 લોકોનું કરાયું રેસ્ક્યૂ

ભારે વરસાદની સ્થિતિ વચ્ચે દશરથ ગામે મલાઇ તળાવ ફાટ્યું : આ ઘટનાને પગલે 40 ઝૂપડા પાણીમાં ગરકાવ થઇ ગયા : રેસ્ક્યૂની કામગીરી ચાલુ

વડોદરા: વડોદરામાંથી વધુ એક મોટા સમાચાર મળી રહ્યા છે. ભારે વરસાદની સ્થિતિ વચ્ચે શહેર પાસેના એક ગામમાં તળાવ ફાટ્યું હોવાની ઘટના બની છે. સતત વરસી રહેલા વરસાદને પગલે દશરથ ગામે મલાઇ તળાવ ફાટ્યું છે.

આ ઘટનાને પગલે 40 ઝૂપડા પાણીમાં ગરકાવ થઇ ગયા છે. આ સાથે ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ મદદ માટે દોડી આવી હતી અને રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી છે. હાલ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બોટની મદદથી 30 જેટલા લોકોનું રેસ્ક્યૂ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

(3:04 AM IST)