News of Friday, 26th July 2024
ગુજરાત હવે કેરોસીન મુકત રાજ્ય બની ગયું: કવોટા બંધ
છેલ્લે ૨૦૨૨-૨૩માં ૨૫,૦૯૨ કિલોલીટર કેરોસીન કવોટા રાજ્યને ફાળવાયેલો : ઉજ્જવલા યોજના હેઠળ ૪૨ લાખ ગેસ જોડાણો અપાયા

નવી દિલ્હી,તા. ૨૬: ગુજરાતને ૨૦૨૩-૨૪ના નાણાકીય વર્ષમાં કેન્દ્ર સરકાર તરફથી જાહેર વિતરણ માટે કેરોસીનનો કોઈ ક્વોટા મળ્યો નથી. આ સંદર્ભે રાજયના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના ટોચના સૂત્રો કહે છે કે, પહેલી જાન્યુઆરી-૨૦૨૩દ્મક ગુજરાત સરકારે સામે ચાલીને કેરોસીન ક્વોટા લેવાનું બંધ કર્યું છે અને ગુજરાત હવે કેરોસીન મુક્ત રાજય બની ગયું છે,
જે પરિવારો જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ બળતણ માટે કેરોસીન આપવા પાત્ર હતા તે તમામને ઉજ્જલા યોજના હેઠળ ગેસ ક્નેક્શનો આપી દેવાયા હોવાનું જણાવી ઉક્ત સૂત્રો એવો દાવો કરે છે કે, ૨૦૨૧-૨૨, ૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪માં કુલ મળીને રાજયમાં ૧૩.૬૪ લાખ ઉજ્જલા ગેસ ક્નેક્શનો આપી તમામ કેરોસીન કાર્ડધારકો આવરી લેવાયા છે.
રાજયમાં એક જમાનામાં પીડીએસ હેઠળ મોટાપાયે બળતણ માટે લોકોને કેરોસીન ક્વોટા દર મહિને અપાતો હતો. ઓગણીસ વર્ષ પહેલાં ૨૦૦૬-૦૭માં ગુજરાતને કેન્દ્ર તરફથી ૯,૫૭,૨૧૮ કિલોલિટર યાને ૯૫,૭૨,૧૮,૦૦૦ લિટર ક્વોટા મળતો હતો, તે ઘટતો ઘટતો ૨૦૧૪-૧૫માં ૬૭.૦૮ કરોડ લિટર થયો હતો, એ પછી પહેલી મે ૨૦૧૬ના રોજ પ્રધાનમંત્રી ઉજ્જલા યોજના હેઠળ ગેસ ક્નેક્શનો આપવાનું શરૂ થયું તે ૨૦૧૬-૧૭ના વર્ષમાં ૪૯.૩૦ કરોડ લિટર કેરોસીનની ફાળવણી રાજયને થઈ હતી, જયારે છેલ્લે ૨૦૨૨-૨૩ના વર્ષમાં રાજયને માત્ર ૨.૫૧ કરોડ લિટર કેરોસીન અપાયું હતું. ગુજરાતમાં ઉજ્જલા યોજના તળે તા.૧-૪-૧૬થી પ્રથમ તબક્કામાં ૨૯ લાખ અને એ પછી બીજા તબકાકામાં અત્યાર સુધી ૧૩ લાખ મળીને કુલ ૪૨ લાખ ગેસ ક્નેક્શનો અપાયા હોવાનું રાજયના અન્ન અને નાગરિક પુરવઠાના સૂત્રો જણાવી રહ્યા છે.
પહેલી એપ્રિલ ૨૦૧૬થી રાજયમાં પ્રધાનમંત્રી ઉજ્જલા યોજના શરૂ થઈ, તેમાં પ્રથમ તબક્કે ૨૯ લાખ અને બીજા તબક્કે અત્યાર સુધીમાં વધુ ૧૩ લાખ મળીને કુલ ૪૨ લાખ ગેસ જોડાણો અપાયા હોવાનું નાગરિક પુરવઠા વિભાગના સૂત્રો જણાવે છે.
(9:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
